Surat: કન્ઝયુમર ડીઝલ પંપો પર ભાવ વધારો ઝીંકાતા ખેડૂત સભાસદોને પણ મોટું નુકસાન, સહકારી મંડળીઓએ ડીઝલ પંપો બંધ કરવાની નોબત આવી

|

Mar 07, 2022 | 8:49 AM

સહકારી મંડળીઓના કન્ઝયુમર ડીઝલ પંપના સરકારની ઓછા ભાવની નીતિથી ખાનગી કંપનીઓ આકર્ષાઇ છે અને મોટો ફાયદો થતો હોવાનું ખાનગી કંપનીઓને ધ્યાને આવતા તેઓએ પણ સહકારી મંડળી બનાવી કન્ઝયુમર લાભ લેવાનો પ્રયત્ન કર્યો છે.

મોંઘવારી (Inflation)ના માર વચ્ચે દક્ષિણ ગુજરાતના ખેડૂતો (Gujarat Farmers) ને વધુ એક માઠા સમાચાર મળ્યા છે. સરકારે કન્ઝયુમર ડીઝલ પંપો (Consumer diesel pumps) પર ભાવ વધારો (Price hike) ઝીંકતાં સહકારી મંડળીઓએ ડીઝલ પંપો બંધ કરવાની નોબત આવી છે. ડીઝલના ભાવમાં રિટેલર કરતા 7 થી 8 રૂપિયાનો ભાવ વધારો લગાવતા ખેડૂત સભાસદોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ખેડૂત-સભાસદોને રિટેલર પંપ કરતા ઓછા ભાવે ડીઝલ મળી રહે એ માટે સહકારી મંડળીઓ દ્વારા ડીઝલનું વેચાણ કરવામાં આવે છે..સભાસદોને ખેતીલક્ષી લાભ થાય એ માટે બજાર કરતા 5 થી 6 રૂપિયા જેટલા નીચા ભાવે ખેડૂતોને ડીઝલ પુરૂ પાડવામાં આવે છે. પરંતુ સરકારે કન્ઝયુમર ડીઝલ પંપો પર ભાવ વધારો ઝીંકતાં સહકારી મંડળીઓએ ડીઝલ પંપો બંધ કરવાની નોબત આવી છે. જેને પગલે સહકારી સંસ્થાની સાથે ખેડૂતોને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ખેડૂત આગેવાનોનું કહેવું છે કે, સહકારી મંડળીઓના કન્ઝયુમર ડીઝલ પંપના સરકારની ઓછા ભાવની નીતિથી ખાનગી કંપનીઓ આકર્ષાઇ છે અને મોટો ફાયદો થતો હોવાનું ખાનગી કંપનીઓને ધ્યાને આવતા તેઓએ પણ સહકારી મંડળી બનાવી કન્ઝયુમર લાભ લેવાનો પ્રયત્ન કર્યો છે. જે અંગેની ફરિયાદ થતાં સરકારે અચાનક તમામ કન્ઝયુમર ડીઝલ પંપ પર વેચાતા ડીઝલના ભાવના રિટેલર કરતા 7થી 8 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. હવે ભાવ વધારાના પગલે ખેડૂતોની હાલત કફોડી બની છે. ત્યારે આઇ.ઓ.સી.ની મનમાની સામે ખેડૂતોમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે.

આ પણ વાંચો-

રાજકોટમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણનો પર્દાફાશ, બે આરોપી ઝડપાયા

આ પણ વાંચો-

Ahmedabad: શહીદના પરિવારજનને નોકરી, પાટીદારો સામેના કેસ 23 માર્ચ સુધી નહિ ખેચાય તો ફરી આંદોલનના મંડાણ કરવા પાસની ચીમકી

Next Video