દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદને કારણે ખેડૂતોમાં વ્યાપી ચિંતા, Videoમાં જુઓ દ્રશ્યો

| Edited By: | Updated on: Jul 25, 2023 | 1:58 PM

દેવભૂમિ દ્વારકાના ભોગાત લાંબા વિસ્તારમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. મેઘમહેર બાદ ઠેર ઠેર પાણી ભરાયા હતા. પૂરના કારણે ભોગાત લાંબા ગામની ફરતે પાણી ફરી વળ્યા છે. તો અનેક રસ્તાઓ ધોવાયા છે. ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.

Dwarka : દેવભૂમિ દ્વારકાના ભોગાત લાંબા વિસ્તારમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. મેઘમહેર બાદ ઠેર ઠેર પાણી ભરાયા હતા. પૂરના કારણે લાંબા ગામની ફરતે પાણી ફરી વળ્યા છે. તો અનેક રસ્તાઓ ધોવાયા છે. ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. ખેતરોમાં પાણી ભરાતા બેટમાં ફેરવાયા છે. ખેડૂતોનું કહેવું છે કે જો હજુ વધુ વરસાદ પડશે તો પાકને નુકસાનની ભીતિ છે.

આ પણ વાંચો : Dwarka ના દરિયામાં કરંટ જોવા મળ્યો, જુઓ Video

તો બીજી તરફ વરસાદના પાણી કુંરગા જવાના માર્ગ પર પાણી ફરી વળ્યા છે. જેના કારણે રસ્તાની હાલત અતિ દયનિય બની છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કરોડોના ખર્ચે બનાવેલ રસ્તા પર તિરાડો પડી ગઈ છે. તો અમુક ભાગ તૂડી પડ્યો છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો