<strong>Dwarka :</strong> ગુજરાતમાં<strong>(Gujarat)</strong> ચોમાસામાં<strong>(Monsoon 2023)</strong> વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત થઈ છે. જેમાં હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેવા સમયે દેવભૂમિ દ્વારકાનો દરિયો ગાંડાતુર જોવા મળ્યો છે. જ્યારે ચોમાસાના સમયે ભરતી સમયે દરિયામાં જોવા મળતો હોય તેવો કરંટ જોવા મળ્યો હતો. તેમજ દ્વારકાના વાતાવરણમાં પલટો આવ્યો છે. તેમજ ગોમતી નદીના સંગમ નારાયણ મંદિર પાસે ઉચા મોજા ઉછળ્યા હતા. 8 થી 10 ફુટ ઉંચા મોજા ઉછળ્યા હતા.