Rain News : લાંબા વિરામ બાદ ફરી એક વાર રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ત્યાં સુરત શહેરમાં પણ વરસાદી માહોલ છવાયો છે. શહેરના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. પીપલોદ, કતારગામ, રાંદેર, અડાજણ અને ડભોલી રિંગરોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્ચો છે.
આ પણ વાંચો : Surat : સલાબતપુરામાં ગેરકાયદે ચાલતું કોલ સેન્ટર ઝડપાયું, મહિલા સહિત 7 શખ્સની ધરપકડ, જુઓ Video
સુરત શહેરની સાથે જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. તો સુરત જિલ્લાના ઓલપાડ, માંગરોળ તાલુકામાં પવન સાથે વરસાદ વરસ્યો છે. બે દિવસથી વરસાદી માહોલ જામતા ખેડૂતો ખુશખુશાલ થયા છે.
તો બીજી તરફ ગાંધીનગરના કલોલમાં વરસાદ વરસ્યો હતો. કલોકમાં સામાન્ય વરસાદ વરસતા જ રોડ પર પાણી ભરાયા હતા. કલોલના ટાવર ચોક, મામલતદાર કચેરી, કવિતા સર્કલ સહિત અનેક જગ્યાએ પાણી ભરાયા છે. રસ્તામાં પર પડેલા ખાડામાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 10:35 am, Sat, 9 September 23