રાજકોટ જિલ્લાના જામકંડોરણાથી અત્યંત કાળજુ કંપાવી દેનારી હ્રદય દ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં જામદાદાર ગામે ખેડૂતે આર્થિક તંગી અને નુકસાનીથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો. જામદાદર ગામના મૃતક ખેડૂત માધાભાઈ રાઠોડે 7 વિઘા ખેતરમાં મગફળીનું વાવેતર કર્યું હતું. મગફળીના વાવેતરમાં ખર્ચ જેટલું પણ વળતર ન મળ્યું જેથી ખેડૂત હતાશ થઈ ગયો હતો.સાથે જ ધાર્યા કરતા ખેડૂતને ઉત્પાદન પણ ખૂબ ઓછું મળવાના કારણે મોટો આર્થિક ફટકો પડ્યો હતો. સાથે જ કમોસમી વરસાદ બાદ આર્થિક નુકસાનથી તેઓ કંટાળ્યા હતા. જેથી બપોરના સમયે વાડીની ઓરડીમાં ગળેફાંસો લગાવી પોતાનું જીવન ટુંકાવ્યું..
ખરેખર ઉનાળામાં જે રીતે ખેડૂતોને કમોસમી વરસાદનો માર પડ્યો છે તેને સહન કરવું ખૂબ કપરું છે પરંતુ આ પ્રકારે મુશ્કેલી સામે જંગ હારી જવીએ ગુજરાત સહિત દેશના ખેડૂતોમાં નથી. હાલ આ ઘટનાને લઈને સરપંચે સરકારને આર્થિક સહાય કરવા માગ કરી.