Kutch Video : મોબાઈલ ટાવર નાખવાની લાલચે ખેડૂત સાથે કરોડો રુપિયાની છેતરપિંડી, દિલ્હી અને ઓડિશાના 6 લોકો સામે FIR

|

Oct 06, 2023 | 11:35 AM

કચ્છ  જિલ્લાના ભૂજના નારાણપર ગામના ખેડૂત સાથે કરોડો રુપિયાની છેતરપિંડી (Fraud) થઇ છે. ખેડૂતને તેની જમીનમાં મોબાઈલ ટાવર નાખવાની લાલચ આપીને કરોડો રુપિયા પડાવી લેવામાં આવ્યા છે.ત્યારે પોલીસે દિલ્હી અને ઓડિશાના 6 લોકો સામે આ છેતરપિંડી કરવાનો ગુનો નોંધ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Kutch : કચ્છ  જિલ્લાના ભૂજના નારાણપર ગામના ખેડૂત સાથે કરોડો રુપિયાની છેતરપિંડી (Fraud) થઇ છે. ખેડૂતને તેની જમીનમાં મોબાઈલ ટાવર નાખવાની લાલચ આપીને કરોડો રુપિયા પડાવી લેવામાં આવ્યા છે.ત્યારે પોલીસે દિલ્હી અને ઓડિશાના 6 લોકો સામે આ છેતરપિંડી કરવાનો ગુનો નોંધ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો- Ahmedabad : ચોર ATM તોડે તે પહેલા જ પોલીસે તેને ઝડપી લીધો, જુઓ ઘટનાના CCTVનો Video

ભૂજના નારાણપર ગામના ખેડૂત દિલ્હી અને ઓડિશાના કેટલાક લોકોની વાતોમાં આવીને છેતરપિંડીના ભોગ બન્યા છે. આરોપીઓએ ખેડૂતને તેની જમીન પર મોબાઇલ ટાવર લગાવવાની ઓફર આપી હતી.જેના બદલામાં ખેડૂતને મોટી રકમ મળશે તેવી લાલચ આપવામાં આવી હતી. જો કે લાલચ આપીને આ શખ્શોએ ખેડૂત પાસેથી રૂ.6.47 કરોડ પડાવ્યા હતા. ખેડૂતે આ અંગે CID ક્રાઈમ બોર્ડર ઝોન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ખેડૂતે દિલ્હી અને ઓડિશાના 6 શખ્સ સામે ફરીયાદ નોંધાવી છે. ખેડૂતની પૂછપરછમાં સામે આવ્યુ છે કે 2018થી 2023 વચ્ચે અલગ અલગ રીતે લાલચ આપી ખેડૂત સાથે છેતરપિંડી આચરવામાં આવી છે.

કચ્છ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video