Rajkot : સરધાર ગામમાં પાક નિષ્ફળ જતાં ખેડૂતે કર્યો આપઘાત, જુઓ Video

|

Oct 27, 2024 | 2:54 PM

રાજકોટમાં પાક નિષ્ફળ જતાં ખેડૂતે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. માવઠાના માર સહન ન થતાં ખેડૂતે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. સરધાર ગામના ખેડૂત જેસિંગ મકવાણાએ જીવન ટૂંકાવ્યું છે.

રાજકોટમાં પાક નિષ્ફળ જતાં ખેડૂતે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. માવઠાના માર સહન ન થતાં ખેડૂતે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. સરધાર ગામના ખેડૂત જેસિંગ મકવાણાએ જીવન ટૂંકાવ્યું છે. બે એકર જમીનમાં વાવેલ પાક નિષ્ફળ જતા આ પગલું ભર્યું છે.

ખેડૂતે ઝેરી દવા ગટગટાવી લેતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.હોસ્પિટલ સારવાર દરમિયાન ખેડૂતનું મોત થયું છે.વેરી બનેલા વરસાદથી કોથમીર અને મગફળીનો પાક નિષ્ફળ થયો હતો. જો કે સમગ્ર ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગીર સોમનાથ જિલ્લાને સહાયથી બાકાત રાખ્યાનો આક્ષેપ

બીજી તરફ ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોને ભારે માત્રામાં નુકસાન થયું છે. જોકે રાજ્ય સરકારે રાહત પેકેજની જાહેરાત કરી. પરંતુ ખેડૂતોનું કહેવું છે કે સમગ્ર ગીર સોમનાથ જિલ્લાને સહાયથી બાકાત રાખવામાં આવ્યો છે.

ઓક્ટોબર મહિના પહેલાનું જે નુકસાન થયું હતું.એના માટે અધિકારીઓએ સર્વે કર્યો હતો. પરંતુ હજુ સુધી સહાય ન મળી હોવાનો પણ ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. સહાયમાં જિલ્લાનું નામ જ ન આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

Next Video