તમારા ખિસ્સામાં રહેલી 500 રુપિયાની નોટ અસલી છે કે નકલી ચેક કરી લેજો,કારણ કે, વડોદરા શહેરના સાવલીના આસોજ ગામમાં નકલી નોટના રેકેટનો પર્દાફાશ થયો છે.એલસીબીની ટીમે દરોડા પાડીને 2 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ ભાડે મકાન રાખીને દિવસ રાત નકલી નોટો છાપતા હતા. એટલું જ નહી આ આરોપીઓ 50,100 નહી પરંતુ 500 રુપિયાની નકલી નોટો છાપતા હતા. આરોપીઓ પાસેથી મોટી સંખ્યામાં નકલી નોટોનો જથ્થો મળી આવ્યો છે.
નકલી નોટ છાપવાનું કલર પ્રિન્ટર અને શાહી પણ ઝપ્ત કરવામાં આવી છે.નકલી ચલણી નોટો ક્યાં ક્યાં બજારમાં ફરતી કરી છે. તેના વિશે પણ તપાસ હાથ ધરવામાં આવશે.આ કૌંભાડની પાછળ મોટું નેટવર્ક પણ સામેલ છે કે નહી તે વિરુદ્ધ પણ તપાસ હાથ ધરાશે.પોલીસને બાતમી મળી હતી કે,એક મકાનમાં શંકાસ્પદ પ્રવૃતિ ચાલી રહી છે. જેના આધારે પોલીસની ટીમે દરોડા પાડતા નકલી નોટ છાપવાનું રેકેટ ઝડપાયું હતુ.આ સાથે પોલીસે આરોપીઓના મકાનમાંથી હજારો રુપિયાની બનાવટી ચલણી નોટો કબજે કરી છે.