AHMEDABAD : સસ્પેન્ડેડ SRP જવાને નકલી પોલીસ બનીને એક મહિલા પાસેથી 11 હજાર પડાવ્યા

|

Dec 22, 2021 | 11:15 PM

Ahmedabad News : 4 દિવસ પહેલા અમદાવાદમાંથી એક નકલી IB ઓફિસરની ધરપકડ કરવામાં આવી હતી.

AHMEDABAD : અમદાવાદના નરોડા વિસ્તારમાં પોલીસે નકલી પોલીસની ધરપકડ કરી છે.સસ્પેન્ડેડ SRP જવાન સલીમે નકલી પોલીસ બનીને એક મહિલા પાસેથી 11 હજાર પડાવ્યા હતા. કૃષ્ણનગરમાં રહેતા કનકબેન ઝાલા ખરીદી કરવા નરોડા નેશનલ હેડલુમથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપીએ મહિલાને ગેરમાર્ગે દોર્યા.તેમજ મહિલાને ગાડીમાં બેસી કૃષ્ણ નગર પોલીસ સ્ટેશન આવવા કહ્યું હતું. સમગ્ર મામલે નરોડા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી.

ઉલ્લેખનીય છે કે 4 દિવસ પહેલા અમદાવાદમાંથી એક નકલી IB ઓફિસરની ધરપકડ કરવામાં આવી હતી. ઇન્ટેલિજન્સ વિભાગમાં ઓફિસર હોવાનું કહીને કેન્દ્ર સરકારના ED ડિપાર્ટમેન્ટમાં નોકરી આપવાની લાલચ આપીને લાખ્ખો રૂપિયા પડાવી લેનાર ગઠીયાની રામોલ પોલીસે ધરપકડ કરી હતી.આરોપીએ યુવાનને નોકરીની લાલચ આપીને ટુકડે ટુકડે રૂપિયા 19 લાખ પડાવી લીધા.

આરોપી કમલેશ શર્માએ વસ્ત્રાલમાં રહેતા અને લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરતા વિવેક રાજપૂતને કેન્દ્ર સરકારના ED ડિપાર્ટમેન્ટમાં નોકરી અપાવવાની લાલચ આપીને વિશ્વાસમાં લઈ અલગ અલગ બહાના હેઠળ રૂપિયા 19 લાખ પડાવી લીધા હતા.જો કે ફરિયાદીને પોતાની સાથે નોકરી આપવાની લાલચ આપીને છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી.

આ પણ વાંચો : MAHARASHTRA : શું મહારાષ્ટ્રમાં બદલાશે મુખ્યપ્રધાન? જાણો શું છે સમગ્ર મામલો

આ પણ વાંચો : OMICRON : અમદાવાદમાં ઓમિક્રોનના 5 નવા કેસ, વિદેશથી આવેલી 1 બાળકી અને 4 મહિલાઓ સંક્રમિત

 

Next Video