પાટનગરના પાદરેથી ગૌવંશની તસ્કરીનો નિષ્ફળ પ્રયાસ, કસાઈઓ સીસીટીવીમાં ઝડપાયા, પોલીસ પેટ્રોલિંગ પર સવાલ, જુઓ વીડિયો
ગુજરાતના પાટનગરના પાદરે, જો કસાઈઓ બેફિકર થઈને ગૌવંશની તસ્કરી કરવાની સરેઆમ હિંમત દર્શાવતા હોય તો પોલીસના રાત્રી પેટ્રોલિંગ પર સવાલિયા નિશાન ચોક્કસ લાગે. જો શનિદેવ મંદિરના મહંત ગૌવંશના આક્રદના કારણે જાગી ના ગયા હોત અને તેમણે બુમાબૂમ ના કરી હોત તો શક્ય છે કે, એકાદ બે ગૌવંશની તસ્કરી કરાઈ હોય અને તેની હત્યા પણ કરી નખાઈ હોત.
સમગ્ર ગુજરાતમાં જ્યાંથી કાયદો અને વ્યવસ્થાનું સંચાલન થાય છે તે ગાંધીનગર જિલ્લાના અડાલજના શનિદેવ મંદિર પાસેથી ગૌવંશની તસ્કરીનો નિષ્ફળ પ્રયાસ સીસીટીવીમાં કેદ થયો છે. અડાલજના શનિદેવ મંદિરે રાત્રે ગૌવંશ રહેતું હોય છે. આ ગૌવંશમાંથી એક વાછરડાની કેટલાક કસાઈઓએ તસ્કરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ગૌવંશના આક્રંદથી શનિદેવ મંદિરના મહારાજ ઊંધમાંથી જાગી ગયા અને તેમણે બુમાબૂમ કરતા, તસ્કરી માટે આવેલા કસાઈઓ નાહિંમત થઈને રાતના અંધારાનો લાભ લઈને ભાગી છુટયા. જો કે, કસાઈઓના કાળા કરતુત સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા.
ગુજરાતના પાટનગરના પાદરે, જો કસાઈઓ બેફિકર થઈને ગૌવંશની તસ્કરી કરવાની સરેઆમ હિંમત દર્શાવતા હોય તો પોલીસના રાત્રી પેટ્રોલિંગ પર સવાલિયા નિશાન ચોક્કસ લાગે. જો શનિદેવ મંદિરના મહંત ગૌવંશના આક્રદના કારણે જાગી ના ગયા હોત અને તેમણે બુમાબૂમ ના કરી હોત તો શક્ય છે કે, એકાદ બે ગૌવંશની તસ્કરી કરાઈ હોય અને તેની હત્યા પણ કરી નખાઈ હોત. હજુ બે દિવસ પૂર્વે જ અડાલજના ત્રિમંદિર પાસે તસ્કરી કરાયેલા ગૌવંશ ભરેલ વાહન પલટી ગયાની ઘટના બની હતી.