કોરોનાની દહેશત: શકિતપીઠ અંબાજીમાં પોષી પૂનમની શોભાયાત્રા રદ કરાઇ

|

Jan 04, 2022 | 8:20 PM

પોષી પુનમને લઈ મંદિર ટ્રસ્ટ અને ધાર્મીક ઉત્સવ સમિતિની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં કોરાના અને ઓમીક્રોન ના વધતા કેસને લઈ નિર્ણય કરવામાં આવ્યો છે

ગુજરાતમાં(Gujarat)  સતત વધી રહેલા કોરોનાના(Corona)  કેસોના પગલે હવે લોકો અને સંસ્થાઓ દ્વારા સાવચેતી રાખવામાં આવી રહી છે. તેમાં પણ ધાર્મિક સ્થળો વધુ ભીડ એકત્રિત થતાં કોરોના ઝડપથી ફેલાવાનો ભય વધારે રહે છે. તેવા સમયે બનાસકાંઠાના(Banaskantha) પવિત્ર યાત્રાધામ અને શકિતપીઠ અંબાજીમાં(Ambaji)  પોષી પુનમની શોભાયાત્રા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ શૈક્ષણિક સંસ્થા દ્રારા થતા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ મુલતવી રાખવામાં આવ્યા છે.

પોષી પુનમને લઈ મંદિર ટ્રસ્ટ અને ધાર્મીક ઉત્સવ સમિતિની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં કોરાના અને ઓમીક્રોન ના વધતા કેસને લઈ નિર્ણય કરવામાં આવ્યો છે. આ બેઠકમાં અંબાજી પોલીસ અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા. જો કે આ બેઠકમાં સરકારની ગાઈડ લાઇન મુજબ પોષી પૂનમની ઉજવણી કરવામાં આવશે.

જેમાં પોષીપુનમે પાર્કીંગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તેમજ સેનિટાઈઝર અને માસ્ક ફરજીયાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત યાત્રિકોના ઘસારો જોઈ દર્શનના સમયમા વધારો કરવામાં આવશે. આ ઉત્સવમાં ધાર્મીક ઉત્સવ સમિતિ દ્વારા ગબ્બરથી જ્યોત લવાશે અને માતાજીના ચાચર ચોકમાં વિશેષ આરતીનું આયોજન કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે  કે, ગુજરાતમાં 04  જાન્યુઆરીના રોજ  કોરોનાનો મહાવિસ્ફોટ થયો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા  2265 કેસ નોંધાયા છે. જ્યારે બે લોકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત રાજ્યમાં આજે  કોરોનાના નવા વેરીએન્ટ ઓમીક્રોનના નવા બે કેસ નોંધાયા છે.- તેમજ રાજયના કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા  7881 એ  પહોંચી છે.

અમદાવાદમાં સૌથી વધુ  1,314 કેસ

જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં  1,314 કેસ, સુરતમાં 424, વડોદરામાં 94 કેસ નોંધાયા, રાજકોટમાં 57,ગાંધીનગરમાં 35, ભાવનગરમાં 22 કેસ,
જામનગરમાં 23, જૂનાગઢમાં 14 કેસ, આણંદમાં 70, કચ્છમાં 37, ખેડામાં 34 કેસ, ભરૂચમાં 26, મોરબીમાં 24, નવસારીમાં 18 કેસ,  મહેસાણામાં 14, પંચમહાલમાં 14, વલસાડમાં 9 કેસ,

આ પણ  વાંચો : Ahmedabad: મુકબધીર પત્નીએ પતિ પર છરી વડે કર્યો હુમલો, પોલીસે પત્નીની કરી ધરપકડ, જાણો શું છે ઘટના

આ પણ વાંચો :  ગુજરાતનો આ જિલ્લો કોરોના મુક્ત , 204 દિવસમાં એક પણ કેસ નહિ

Published On - 8:12 pm, Tue, 4 January 22

Next Video