ગુજરાતનો આ જિલ્લો કોરોના મુક્ત , 204 દિવસમાં એક પણ કેસ નહિ

પાટણ જિલ્લામાં છેલ્લા 204 દિવસથી કોરોનાનો એકપણ કેસ પોઝિટિવ આવ્યો નથી. આ સિદ્ધી મેળવવા તંત્રએ રાત દિવસ એક કર્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2022 | 6:12 PM

દેશ અને ગુજરાતમાં(Gujarat)સતત કોરોનાના(Corona)કેસ વધી રહ્યા છે. પરંતુ ગુજરાતનો જ એક જિલ્લો છે કે, જ્યાં કોરોનાનો એકપણ કેસ નથી. પાટણ(Patan)જિલ્લાની વાત કરીએ તો, છેલ્લા 204 દિવસથી કોરોનાનો એકપણ કેસ પોઝિટિવ આવ્યો નથી. આ સિદ્ધી મેળવવા તંત્રએ રાત દિવસ એક કર્યા છે. જેમાં જિલ્લા વહીવટી તંત્ર, પોલિસ વિભાગ અને આરોગ્ય વિભાગની સતર્કતાને પગલે આ સિદ્ધી પ્રાપ્ત કરવામાં પાટણ તંત્ર સફળ રહ્યું છે.

બીજી તરફ રસીકરણ અને ટેસ્ટીંગ પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાને લઈને જાગૃતી ફેલાવામાં આવી છે.. બીજી લહેર પરથી શીખ લઈ ત્રીજી લહેરની તડામાર તૈયારી કરવામાં આવી છે… ઓક્સિજન અને દવાનો જથ્થો પૂરતા પ્રમાણમાં રાખવામાં આવ્યો છે. હાલ તો પાટણ જિલ્લો કોરોના મુક્ત જિલ્લો બની ગયો છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાના કેસમાં 03 જાન્યુઆરીના રોજ ઉછાળો આવ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1259 કેસ નોંધાયા છે. જ્યારે ત્રણ લોકોના મોત થયા છે અને ઓમીક્રોનના નવા 16 કેસ નોંધાયા છે.

જેમાં અમદાવાદમાં સૌથી વધુ 631, સુરતમાં 213, વડોદરામાં 68, રાજકોટમાં 37, વલસાડમાં 40, આણંદમાં 29, ખેડામાં 24,ગાંધીનગર 18, ભાવનગર 17 કેસ નોંધાયા છે. તેમજ છેલ્લા 24 કલાકમાં 151 લોકો ડિસ્ચાર્જ થયા છે. જ્યારે રાજ્યના કોરોનાના કુલ એક્ટિવ કેસોની સંખ્યા 5858 એ પહોંચી છે. તેમજ રાજ્યમાં કોરોનાથી 3 દર્દીના મોત થયા છે . જયારે અત્યાર સુધી રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,34,538 પહોંચ્યો છે. જ્યારે રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,19,047 છે.

આ પણ વાંચો : Ahmedabad: નારોલ સ્ટોન કિલિંગની ઘટનામાં પોલીસે કરી સ્ટોન કીલરની ધરપકડ, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો :  ગુજરાતમાં કોરોનાનો આ વેરીએન્ટ હજુ પણ પ્રભાવી, અહેવાલમાં થયો મોટો ખુલાસો 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">