Surat: માતા-પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો! 4 વર્ષના બાળકની અન્નનળીમાં ફસાયો નટ બોલ્ટ, જુઓ Video

સુરતના ભેસ્તાન વિસ્તારમાં ઘરમાં રમતી વેળાએ એક બાળક નટ બોલ્ટ ગળી ગયો હતો. જેને લઈને પરિવાર ચિંતામાં મુકાયો હતો. બાળકને લઈ પરિવાર તાત્કાલીક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં આવી પહોંચ્યો હતો.

Baldev Suthar
| Edited By: | Updated on: May 17, 2023 | 3:19 PM

સુરતમાં ફરી એક વખત વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. ભેસ્તાન વિસ્તારમાં ઘરમાં રમતી વેળાએ એક બાળક નટ બોલ્ટ ગળી ગયો હતો. જેને લઈને પરિવાર ચિંતામાં મુકાયો હતો. બાળકને લઈ પરિવાર તાત્કાલીક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં આવી પહોંચ્યો હતો. અહી એક્સ રે કરાવતા બોલ્ટ અન્નનળીમાં ફસાયો હોવાનું સામે આવ્યુ હતુ.

આ પણ વાંચો : Surat : શોખ બડી ચીજ હૈ, 50 લાખની કાર માટે પસંદગીના 0001 નંબર માટે કાર માલિકે ચૂકવ્યા આટલા રૂપિયા

મળતી માહિતી અનુસાર સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતા ઈમરાન શેખ કલરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેનો 4 વર્ષીય પુત્ર નોમાન ઘરમાં રમી રહ્યો હતો. આ દરમ્યાન તે નટ બોલ્ટ ગળી ગયો હતો. આ બનાવની જાણ દીકરાએ પરિવારજનોને કરતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો. પરિવાર બાળકને લઈને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો.

તબીબોએ અહીં એક્સ રે કરાવતા બોલ્ટ અન્નનળીમાં જતો રહ્યો હોવાનું જણાયું હતું. વધુમાં બાળકને કેળા ખવડાવવામાં આવી રહ્યા છે અને પાણી અપાઈ રહ્યું છે. વોર્ડમાં દાખલ બાળકને બોલ્ટ કુદરતી હાજતમાં નીકળી જાય તેવી કોશિશ હાથ ધરાઈ છે.

સુરતમાં 3 વર્ષના બાળકના ગળામાં ફસાયો હતો સિક્કો

સુરતમાં 3 વર્ષીય બાળક રમતા રમતા એક રૂપિયાનો સિક્કો ગળી ગયો હોવાની ઘટના સામે આવી છે. બાળકની માતાને જાણ થતા તેને બાળકના મોઢામાંથી સિક્કો કાઢવાના અગણિત પ્રયત્ન કર્યો હતા. છતા પણ સિક્કો નહીં નીકળતા બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ડોક્ટરે બાળકના એક્સરે ના રિપોર્ટ કરાવ્યા હતા. જેમાં બાળકની અન્નનળીમાં સિક્કો હોવાનું સામે આવ્યું હતું. ડોક્ટરે દૂરબીન દ્વારા સર્જરી કરીને સિક્કો બહાર કાઢ્યો.

આ અગાઉ સુરતના લિંબાયત વિસ્તારમાં 1 વર્ષીય બાળકીનું ટબમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. બાળકી બાથરૂમમાં મૂકેલા પાણીના ટબમાં ડૂબી ગઈ હતી. આ દરમિયાન તેની માતાની નજર પડતાં તાત્કાલિક તેને કાઢીને હોસ્પિટલમાં લઈ ગઈ હતી. પરંતુ પાણી વધારે ભરાઈ ગયું હોવાથી ટૂંકી સારવારમાં જ બાળકી મોતને ભેટી હતી. ઘટનામાં લિંબાયત પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો.

થોડા દિવસો પહેલા રાજકોટ શહેરમાં એક હચમચાવી નાખનારી ઘટના સામે આવી હતી. એક માતાની નીચે દબાઇ જતા તેના 40 દિવસના બાળકનું મોત થયુ હતું. પરિવાર જ્યારે વહેલી સવારે ઉઠીને જુએ ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. 40 દિવસ પહેલા પરિવારમાં થયેલા દીકરાના જન્મનો આનંદ અચાનક જ શોકમાં પરિવર્તિત થઇ ગયો હતો. રાજકોટ (Rajkot )માં આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો હતો. રાજકોટ શહેરનાના નિલકંઠ પાર્કમાં એક નિંદ્રાધિન માતાની બાજુમાં ઉંઘી રહેલું 40 દિવસનું બાળક કચડાઇ જવાથી મૃત્યુ પામ્યુ હતું.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">