આજનું હવામાન : મેઘરાજા ફરી બોલાવશે ધડબડાટી ! ગુજરાતના આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જુઓ Video

આજનું હવામાન : મેઘરાજા ફરી બોલાવશે ધડબડાટી ! ગુજરાતના આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જુઓ Video

| Updated on: Jun 19, 2025 | 7:49 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. આજે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. આજે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે ઉત્તર, મધ્ય ગુજરાતના જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી અનુસાર ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.

ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદના એંધાણની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 21, 22 જૂન કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત 22થી 24 જૂન ગુજરાતના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીના કારણે માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. પનની ગતિ 40થી 50 કિમી પ્રતિ કલાકની રહી શકે છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો