અમદાવાદમાં મેઘરાજાનું તાંડવ ! ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા, જુઓ-Video

|

Aug 26, 2024 | 11:53 AM

મેઘરાજા આખી રાત અમદાવાદ શહેરને ધમરોળ્યું છે. અમદાવાદમાં પ્રચંડ પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલ સાંજથી શરૂ થયેલો વરસાદ વહેલી સવાર સુધી તોફાની અંદાજમાં વરસ્યો હતો. અમદાવાદના અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે.

અમદાવાદમાં અત્યંત ભારે વરસાદે આખાં શહેરને પાણીમાં તરબોળ કરી દીધું છે. અમદાવાદના મોટાભાગવા વિસ્તારો પાણી ભરાયા છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. આ વખતે શ્રાવણમાં સરવરીયો નહીં પણ મેઘરાજા ભરપૂર વરસી રહ્યા છે. તેમાં પણ અમદાવાદ શહેર જળ મગ્ન બન્યું છે.

અમદાવાદ શહેરને મેઘરાજા એ ઘમરોળ્યું

મેઘરાજા આખી રાત અમદાવાદ શહેરને ધમરોળ્યું છે. અમદાવાદમાં પ્રચંડ પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલ સાંજથી શરૂ થયેલો વરસાદ વહેલી સવાર સુધી તોફાની અંદાજમાં વરસ્યો હતો. અમદાવાદના અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે. હાલ વેજલપુર, શ્યામલ, એઇસી બ્રિજ, નારોલ લો ગાર્ડન, પરિમલ ગાર્ડન પાણીમાં ડૂબ્યા છે. આ સહિત ઈસનપુર, ઘોડાસર, નવરંગપુરા, બોપલ આંબલી રોડ, હાટકેશ્વર અને ખોખરા જેવા વિસ્તાર હાલ બેટમાં ફેરવાયા છે.

અમદાવાદમાં મેઘરાજાની જોરદાર બેટિંગ બાદ શહેરના અનેક વિસ્તારોની સોસાયટીઓમાં પાણી ભરાયા છે. લોકોને બહાર નિકળવા પણ ટ્રેક્ટરનો સહારો લેવો પડે છે.

અનેક વિસ્તારો જળ મગ્ન બન્યા

આ સાથે હાટકેશ્વર 132 ફૂટ રિંગરોડ પાસેની તમામ સોસાયટીઓમાં પાણી ભરાયા છે. ખોખરા વોર્ડમાં પણ પાણી ભરાતા સ્થાનિકોની સ્થિતિ કફોડી બની છે. અમદાવાદના નરોડા અને વસ્ત્રાલમાં પણ સ્થિતિ કફોડી બની છે. બીજી તરફ આંબલી બોપલના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તેમજ પૂર્વ અમદાવાદના નરોડા, જશોદાનગર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે.

વહેલી સવારથી જ ભારે વરસાદ

અમદાવાદમાં સવારે 6 વાગ્યા સુધીનો કુલ 3.5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નરોડામાં 6 ઈંચ, મણિનગરમાં 5.8 ઈંચ ઓઢવ, ગોતા અને સાયન્સ સિટીમાં 4 ઈંચ વરસાદ ઉસ્માનપુરા, બોડકદેવ અને મેમકોમાં 3.8 ઈંચ વરસાદ ખાબક્યો છે.

અમદાવાદ વાસણા બેરેજમાં વરસાદી પાણીની ભરપૂર આવક થઈ છે. વાસણા બેરેજના 5 દરવાજા ખોલાયા છે.

Published On - 10:12 am, Mon, 26 August 24

Next Video