આગામી બે દિવસ ઉતર ગુજરાત અને દક્ષિણ ગુજરાત માટે ‘ભારે’, આ શહેરોને ધમરોળશે મેઘરાજા

|

Jul 25, 2022 | 8:23 AM

આગામી બે દિવસ ગાંધીનગર, (Gandhinagar) અમદાવાદ, કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મોરબી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ અને અરવલ્લી, ખેડા, આણંદ, વલસાડમાં વરસાદી (Rain Forecast) માહોલ રહેશે.

હવામાન વિભાગ (Indian Metrological department)દ્વારા આગામી બે દિવસ ઉત્તર ગુજરાત (north gujarat)અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.જેમાં બનાસકાંઠા અને કચ્છમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળશે. તો વલસાડમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી (Rain forecast)  કરવામાં આવી છે. મહત્વનું છે કે, છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર રાજ્યમાં મેઘ મહેર જોવા મળી રહી છે.ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મેઘાની ધમાકેદાર ઈનિંગ જોવા મળી.હવામાન વિભાગનું માનીએ તો આગામી બે દિવસ ગાંધીનગર, અમદાવાદ, કચ્છ, (kutch)દેવભૂમિ દ્વારકા,જામનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મોરબી,રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ અને અરવલ્લી, ખેડા, આણંદ, વલસાડમાં (valsad) વરસાદી માહોલ રહેશે.

રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ

રાજ્યના સાર્વત્રિક વરસાદ છે. જે ઉત્તર ગુજરાત અત્યારસુધી કોરુ ધાકોર હતુ, ત્યાં પણ હવે વરસાદી માહોલ જામ્યો છે. બનાસકાંઠામાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે. તો મહેસાણાના બહુચરાજીમાં ધોધમાર વરસાદ પડ્યો. જેના કારણે પાણી ભરાયા. તો બીજી તરફ પાટણ જિલ્લામાં સરેરાશ 2 થી 6 ઇંચ વરસાદ પડ્યો. અમદાવાદમાં પણ બે દિવસથી વરસાદી માહોલ છે. તો આ તરફ મહીસાગર, વલસાડ, ડાંગમાં પણ મેઘ મહેર યથાવત છે.

અમદાવાદ પડેલા ભારે વરસાદને કારણે પૂર્વના વિસ્તારોની હાલત ખસ્તા છે.મણીનગર, સરસપુર, ઇસનપુર, ભાઇપુરા, સીટીએમ, બાપુનગર, વટવા અને નારોલ વિસ્તારોમાં હજુપણ પાણી ભરાયેલા છે. કેટલાક વિસ્તારોમાં તો લોકોના ઘરમાં વરસાદી પણ પાણી ભરાયેલા છે.તો કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ હજુપણ પાણીમાં ગરકાવ છે. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી પૂર્વ વિસ્તારના લોકો તંત્ર સામે રોષે ભરાયા છે.

Next Video