આજથી બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીની ચકાસણી શરુ, શિક્ષકોએ ફરજિયાત બોર્ડના પેપરની ઉત્તરવહીઓ તપાસવા જવુ પડશે

આજથી બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીની ચકાસણી શરુ, શિક્ષકોએ ફરજિયાત બોર્ડના પેપરની ઉત્તરવહીઓ તપાસવા જવુ પડશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2022 | 2:23 PM

આજથી ગુજરાતના (Gujarat) 370થી વધુ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોમાં બોર્ડ પરીક્ષાની (Board Exam) ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી શરુ થઇ છે. આ માટે ગુજરાત બોર્ડે રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની સ્કૂલોના 61 હજાર શિક્ષકોના ઓર્ડર કાઢયા છે.

ગુજરાત શિક્ષણ બોર્ડની (Gujarat Education Board) ધોરણ 10 અને 12ની પરીક્ષા પૂર્ણ થઇ ગઇ છે. ત્યારે હવે શિક્ષકોએ (Teachers) ફરજીયાત બોર્ડની પરીક્ષાની ઉત્તરવહી તપાસવા જવું પડશે. ઉત્તરવહી તપાસવા નહીં જનારા શિક્ષકો સ્કૂલમાં પરત નહી જઈ શકે. માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા કામગીરીનો બહિષ્કાર ચાલુ રાખવામાં આવતા ગુજરાત શિક્ષણ બોર્ડે પરિપત્ર કરીને સ્પષ્ટતા સાથે સ્કૂલોને કડક આદેશ કર્યો છે કે, કોઈ પણ સ્કૂલના શિક્ષકો મૂલ્યાંકન કામગીરીના ઓર્ડર પરત નહી લઈ શકે. શિક્ષકોએ ફરજીયાત મૂલ્યાંકન કામગીરીમાં હાજર રહેવુ પડશે. જે શિક્ષકો મૂલ્યાંકનમાં હાજર નહી રહે તેવો સ્કૂલમાં પરત નહી જઈ શકે.

આજથી ગુજરાતના 370થી વધુ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોમાં બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી શરુ થઇ છે. આ માટે ગુજરાત બોર્ડે રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની સ્કૂલોના 61 હજાર શિક્ષકોના ઓર્ડર કાઢયા છે. ગુજરાતના 370થી વધુ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોમાં 11 એપ્રિલ એટલે કે આજથી ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષાની લાખો ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી શરુ થઇ છે.

આ માટે ગુજરાત બોર્ડ દ્વારા રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની સ્કૂલોના 61 હજાર જેટલા શિક્ષકોના ઓર્ડર કાઢવામાં આવ્યા છે. પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિએ મૂલ્યાંકન કામગીરીનો બહિષ્કાર કરવાની ચીમકી આપ્યા બાદ સરકારની સમજાવટથી તમામ સંઘોએ બહિષ્કારનો નિર્ણય પાછો ખેંચ્યો છે પરંતુ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘે બહિષ્કાર ચાલુ રાખ્યો છે અને માધ્યમિક શિક્ષકોને કામગીરીમાં ન જોડાવા આદેશ કર્યો છે. જેને પગલે ગુજરાત શિક્ષણ બોર્ડે આજે માધ્યમિક શિક્ષક સંઘને પણ પરિપત્ર કરીને ચેતવણી આપતા સ્પષ્ટતા કરી છે કે બોર્ડની મુખ્ય જાહેર પરીક્ષાની ઉત્તરવહી ચકાસણી કામગીરી માટે જે શિક્ષકોને સ્કૂલમાંથી મુક્ત કરવામા આવે તેવા શિક્ષકે મૂલ્યાંકન કેન્દ્ર ખાતે ફરજીયાત ફરજ નિભાવવાની રહેશે, અન્યતા તેઓની ફરજ પરની ગેરહાજરી ગણવામા આવશે.

આ પણ વાંચો-Sabarkantha: શોભાયાત્રામાં પથ્થરમારાની ઘટના બાદ હિંમતનગરમાં અજંપાભરી શાંતિ, કલમ 144 લાગુ કરી દેવાઈ

આ પણ વાંચો-Surat : બે મહિનામાં જ ડિજિટલ યુનિવસિર્ટી શરૂ, દેશના કોઇપણ ખૂણામાંથી ઓનલાઇન ભણી વિધાર્થીઓ પદવી મેળવી શકશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">