અમદાવાદ: ઈંગ્લેન્ડની ટીમના ખેલાડીઓ શાળાના બાળકો સાથે ક્રિકેટ રમ્યા, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Nov 04, 2023 | 12:00 PM

ઈંગ્લેન્ડ ટીમે અમદાવાદની સરકારી શાળાના બાળકોને ભણાવ્યા ક્રિકેટનાં પાઠ ભણાવ્યા છે. ‘ક્રિઓ ફોર ગુડ’ પ્રોજેક્ટ હેઠળ બાળકોની રુચિ ક્રિકેટમાં વધે તે માટે ઈંગ્લેન્ડ ટીમના ખેલાડીઓ શાળાના બાળકો સાથે ક્રિકેટ રમ્યા હતા. ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન જો રૂટ, બટલર સહિતના ખેલાડીઓ ક્રિકેટ રમ્યા હતા.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ‘ક્રિઓ ફોર ગુડ’ પ્રોજેક્ટ હેઠળ સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ક્રિકેટનું આયોજન કરાયું હતું. જેમાં ઈંગ્લેન્ડ ટીમના ખેલાડીઓ શાળાના બાળકો સાથે ક્રિકેટ રમ્યા હતા. ઈંગ્લેન્ડની ટીમે સરકારી શાળાના બાળકોને ક્રિકેટના પાઠ ભણાવ્યા હતા.

આ પણ વાંચો-અમદાવાદના જાણીતા બિલ્ડર ગ્રુપ પર બીજા દિવસે પણ તપાસ યથાવત, મહત્વના દસ્તાવેજો જપ્ત કરાયા, જુઓ વીડિયો

મહત્વનું છે કે સરકારી શાળાના ધોરણ 6થી 8ના બાળકો માટે ક્રિકેટ ક્લિનિક શરૂ થવાની છે. ત્યારે ક્રિઓ ફોર ગુડ પ્રોજેક્ટ હેઠળ બાળકોની રુચિ ક્રિકેટમાં વધે તે માટે પ્રયત્ન કરાયો હતો. જેમાં ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન જો રૂટ, બટલર સહિતના ખેલાડીઓ બાળકો સાથે ક્રિકેટ રમ્યા હતા.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો