ગાંધીનગરના દહેગામમાં પ્રશાસન એક્શન મોડમાં, ટ્રાફિક સમસ્યા દૂર કરવા બુલડોઝર કાર્યવાહી, જુઓ Video
દહેગામમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા પ્રશાસને કડક કાર્યવાહી હાથ ધરી. પોલીસ સ્ટેશન નજીકના વર્ષો જૂના દબાણો દૂર કરીને 20થી વધુ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા.
ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં ટ્રાફિકની વધતી સમસ્યાને ધ્યાનમાં રાખી સ્થાનિક પ્રશાસન એક્શન મોડમાં આવી ગયું છે. પોલીસ સ્ટેશન નજીક વર્ષોથી કરાયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા તંત્ર દ્વારા બુલડોઝર વડે વિશેષ ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન 20થી વધુ નાના-મોટા મકાનો અને ગલ્લાઓ તોડી પાડવામાં આવ્યા હતા.
પ્રશાસનનો દાવો છે કે આ દબાણોના કારણે મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી અને લોકો માટે અવરજવર મુશ્કેલ બની હતી. રસ્તાઓ ખુલ્લા કરવા હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન કેટલાક સ્થળોએ ઘર્ષણની સ્થિતિ પણ સર્જાઈ હતી, પરંતુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હોવાની વાત તંત્ર દ્વારા કરવામાં આવી છે.
અધિકારીઓએ જણાવ્યું કે શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુદૃઢ બનાવવા આવનારા દિવસોમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે. સ્થાનિક નાગરિકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે, પરંતુ પ્રશાસન ટ્રાફિક સમસ્યા હલ કરવા પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું છે.
Bharat Taxi vs Ola vs Uber : ટેક્સી ભાડામાં મોટો તફાવત : કઈ કંપની વસૂલે છે સૌથી ઓછું ભાડું ? Ola vs Uber vs Bharat taxi, વાંચવા માટે અહીં ક્લિક કરો