Valsad Rain: વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ, વીજપોલને નુકસાન થતાં અનેક વિસ્તારોમાં છવાયો અંધારપટ, જુઓ Video

Valsad Rain: વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ, વીજપોલને નુકસાન થતાં અનેક વિસ્તારોમાં છવાયો અંધારપટ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2023 | 2:08 PM

વલસાડ શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. પવન સાથે વરસાદ વરસતા વીજપોલને નુકસાન થયુ છે. વીજપોલને નુકસાન થતા અનેક વિસ્તારોમાં અંધાર પટ છવાયો છે. લાંબા વિરામ બાદ વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તો વરસાદના પગલે ખેડૂતોના સુકાતા પાકને જીવનદાન મળ્યુ છે.

Valsad Rain : વલસાડ શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. પવન સાથે વરસાદ વરસતા વીજપોલને નુકસાન થયુ છે. વીજપોલને નુકસાન થતા અનેક વિસ્તારોમાં અંધાર પટ છવાયો છે. લાંબા વિરામ બાદ વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તો વરસાદના પગલે ખેડૂતોના સુકાતા પાકને જીવનદાન મળ્યુ છે.

આ પણ વાંચો : Valsad: પત્નિને સાથે રાખીને દારુની હેરાફેરી કરતો કોન્સ્ટેબલ ઝડપાયો, પારડી પોલીસે દંપતિ સામે ગુનો દાખલ કર્યો, જુઓ Video

તો બીજી તરફ ભારે વરસાદે વડોદરાના ચાંદોદ ગામમાં તરાજી સર્જી છે. દુકાન અને મકાનમાં પાણી ભરાતા માલ સામાનને મોટુ નુકસાન થયુ છે. નદીના પાણી ઘુસી જતા દુકાનો અને મકાન ખાલી કરાવાયા છે. ચાંદોદમાં આવેલા મંદિરમાં નદીના પાણી ઘુસી ગયા છે. ચાંદોદમાં ચોતરફ પાણી ભરાતા લોકોને પારવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નદીના પાણી ગામમાં ઘુસ્યા છે. ચાંદોદ, ભીમપુરા, નંદેરીયા અને કરનાળી સહિતના ગામો બેટમાં ફેરવાયા છે. ચાંદોદમાં એક માળ સુધી દુકાનો મકાનો અને મંદિરોમાં પાણી ભરાયા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">