Valsad : ધરમપુરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત, બસ ડેપો પાસે દુકાનમાં ઉભેલા બાળકને ઢોરે લીધો અડફેટે

Valsad : ધરમપુરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત, બસ ડેપો પાસે દુકાનમાં ઉભેલા બાળકને ઢોરે લીધો અડફેટે

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2023 | 6:18 PM

આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. જેમાં આપ જોઇ શકો છો કે નિર્દોષ બાળક દુકાને ઉભો છે ત્યારે પાછળથી આવેલા ઢોરે તેને અડફેટે લઇ ઉછાળ્યો હતો. એટલું જ નહીં દુકાન બહાર પડેલા સામાનને પણ ઢોરે નુકસાન પહોંચાડ્યું હતું. તો બીજી તરફ રસ્તા પર રખડતા ઢોરથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે અને આ રખડતી રંજાડથી છૂટકારો અપાવવા તંત્રને વારંવાર રજૂઆત કરી છે, છતાં કોઇ ઉકેલ આવ્યો નથી

Valsad : ધરમપુરમાં લોકોને રખડતા ઢોરની (Stray Cattle) રંજાડથી છૂટકારો અપાવવામાં પાલિકા તંત્ર નિષ્ફળ નિવડ્યું છે. લોકોની વારંવારની રજૂઆત છતાં ધરમપુરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત રહ્યો છે. ધરમપુરના બસ ડેપો પાસે ફરી એકવાર રખડતા ઢોરનો શિકાર બનતા એક બાળક રહી ગયો. બસ ડેપો પાસે એક દુકાનમાં બાળક ખરીદી કરી રહ્યો હતો ત્યારે અચાનક પાછળથી આવેલા ઢોરે તેને અડફેટે લઇ ઉછાળ્યો હતો. જોકે, સદનસીબે માસૂમ બાળકનો બચાવ થયો છે.

આ પણ વાંચો Valsad : પાણીની વધુ આવકના પગલે મધુબન ડેમની જળસપાટીમાં વધારો,ડેમના 8 દરવાજા 1 મીટર ખોલવામાં આવ્યા, જુઓ Video

આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. જેમાં આપ જોઇ શકો છો કે નિર્દોષ બાળક દુકાને ઉભો છે ત્યારે પાછળથી આવેલા ઢોરે તેને અડફેટે લઇ ઉછાળ્યો હતો. એટલું જ નહીં દુકાન બહાર પડેલા સામાનને પણ ઢોરે નુકસાન પહોંચાડ્યું હતું. તો બીજી તરફ રસ્તા પર રખડતા ઢોરથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે અને આ રખડતી રંજાડથી છૂટકારો અપાવવા તંત્રને વારંવાર રજૂઆત કરી છે, છતાં કોઇ ઉકેલ આવ્યો નથી.

વલસાડ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">