Surendranagar : પાટડી નગરપાલિકાની કડક કાર્યવાહી, વેરો નહિ ભરનાર 3 મિલકતને સીલ કરી

Surendranagar : પાટડી નગરપાલિકાની કડક કાર્યવાહી, વેરો નહિ ભરનાર 3 મિલકતને સીલ કરી

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2022 | 10:46 PM

સુરેન્દ્રનગરની  પાટડી પાલિકાએ સીલ કરેલી મિલકતમાં BSNL અને જીઓનો ટાવરનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે પાલિકા દ્વારા વેરો ભરપાઈ કરવા મિલકતધારકોને વારંવાર નોટિસ આપવામાં આવી હોવા છતા પણ વેરો ભરપાઈ કરવામાં આવ્યો ના હતો. ત્યારે પાલિકાએ ના છૂટકે કડક કાર્યવાહી અખત્યાર કરવી પડી છે.

સુરેન્દ્રનગરના(Surendranagar)  પાટડી(Patdi)  શહેરમાં વેરો ભરપાઈ કરવામાં ઠાગાઠૈયા કરતા મિલકતધારકો સામે નગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે.  પાલિકાએ વેરો ના ભરનાર 3 મિલકતને સીલ(Property Seal)  માર્યું છે. તો 10 જેટલા મિલકતધારકોના નળ કનેક્શન કાપી નાખ્યા હતા. સુરેન્દ્રનગરની  પાટડી પાલિકાએ સીલ કરેલી મિલકતમાં BSNL અને જીઓનો ટાવરનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે પાલિકા દ્વારા વેરો ભરપાઈ કરવા મિલકતધારકોને વારંવાર નોટિસ આપવામાં આવી હોવા છતા પણ વેરો ભરપાઈ કરવામાં આવ્યો ના હતો. ત્યારે પાલિકાએ ના છૂટકે કડક કાર્યવાહી અખત્યાર કરવી પડી છે. માર્ચ મહિનો એટલે હિસાબી વર્ષનો છેલ્લો મહિનો હોવાથી પાલિકાએ વેરાની વસૂલાત તેજ કરી છે.

પાલિકા સુવિધા આપવામાં પણ  ઉણી ઉતરી

જો કે એક તરફ નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત માટે કડકાઇ હાથ ધરવામાં આવે છે તો બીજી તરફ નવા નવા વિસ્તારો આકાર લઈ રહયા છે. નવી નવી સોસાયટીઓ બની રહી છે અને પાલીકા પણ નવા વિસ્તારમાં આકારણી કરી ટેક્ષ કરવેરા સહિતના કર વસુલ કરે છે, પરંતુ જે તે વિસ્તારમાં પીવાનું શુદ્ધ પાણી, રસ્તાઓ, ગટર, સાફ સફાઇ જેવી સુવિધાઓ પહોંચાડવામાં ઉણી ઉતરી છે. જેમાં લોકો ઉભરાતી ગટરો, જયાં ત્યાં ખોદકામ કરી અધુરા મુકેલા ખાડાઓ, તેમજ પીવાનું પાણી, ગટરોના ભરેલા ગંદા પાણીના ખાડાઓથી હાલાકીનો સામનો કરી રહયા છે.

આ પણ વાંચો : Ahmedabad ની સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે ઉદ્યોગ ગૃહોની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી

આ પણ વાંચો : જામનગર : રાષ્ટ્રપતિ તથા રાજ્યપાલના વરદ હસ્તે પોસ્ટલ કવર તેમજ INS વાલસુરાની કોમેમોરેટીવ બુકનું વિમોચન કરાયું

Published on: Mar 25, 2022 10:45 PM
g clip-path="url(#clip0_868_265)">