ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો 24 કલાકમાં પોલીસ પે ગ્રેડનો મુદ્દો ઉકેલીશુ : જગદીશ ઠાકોર

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું કે અહી આવેલા પોલીસ અધિકારીઓને હું કહેવા માગું છું અમારા આંદોલનમાં સહકાર આપો અમે તમારા હક્ક અને રોજગારના મુદ્દાઓને ઉઠાવીશું.આદિવાસી સમાજની અનેક મુદ્દે સતત રજૂઆત છતાં ભાજપ સરકાર કઈ સંભાળવા તૈયાર નથી. આદિવાસી સમાજએ ખેડવાની માટેની જમીનના પટ્ટા નથી અપાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2022 | 11:32 PM

ગુજરાતમાં આદિવાસીઓના હક માટેની લડાઈમાં મેદાને ઉતરેલી કોંગ્રેસે(Congress)  હવે પોલીસ ગ્રેડ પેનો(Police Grade Pay)  મુદ્દો ઉઠાવ્યો છે.પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે (Jagdish Thakor ) પોલીસ ગ્રેડ પેનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, જો અમારી સરકાર બનશે તો અમે 24 કલાકમાં પગારના મુદ્દાનો ઉકેલ લાવીશું.તેમણે આરોપ લગાવ્યો કે ખાખી ચડ્ડીવાળા ગ્રેડ પેનો ઉકેલ લાવવા નથી માગતા અધિકારની લડાઈ પોલીસ કર્મચારીઓ એક થઈને લડવી જોઇએ. આ ઉપરાંત જણાવ્યું હતું કે, ગુજરાતના તમામ જીલ્લાઓમાંથી આવેલા તમામ ભાઈઓ-બહેનોનું આદિવાસી સત્યાગ્રહ માં સ્વાગત કરવામાં આવે છે, આજે ભાજપા સરકારને પ્રશ્ન પૂછવા માંગીએ છીએ ગુજરાતના નાગરિકોની હક્ક અને અધિકારની લડાઈ માટે સરકાર શા માટે પરવાનગી નથી આપતી? જયારે આંદોલન માટે પરવાનગી આપવામાં આવે તો આંદોલનમાં આવનાર જે તે વિસ્તારના નાગરિકોના સાધનોને શા માટે રોકવામાં આવે છે.

આદિવાસી સમાજએ ખેડવાની માટેની જમીનના પટ્ટા નથી અપાયા

આંદોલનમાં આવનાર નાગરિકોને પોલીસ સ્ટેશનમાં લઇ જઈને શા માટે ધમકાવવામાં આવે છે. અહી આવેલા પોલીસ અધિકારીઓને હું કહેવા માગું છું અમારા આંદોલનમાં સહકાર આપો અમે તમારા હક્ક અને રોજગારના મુદ્દાઓને ઉઠાવીશું.આદિવાસી સમાજની અનેક મુદ્દે સતત રજૂઆત છતાં ભાજપ સરકાર કઈ સંભાળવા તૈયાર નથી. આદિવાસી સમાજએ ખેડવાની માટેની જમીનના પટ્ટા નથી અપાયા. ભાજપની સરકારે શિક્ષણનું ખાનગીકરણ કરી પછાત વિસ્તારની સરકારી સ્કૂલો–કોલેજોમાં શિક્ષકોની ભરતી નહિ કરી શિક્ષણના બેહાલ કર્યા. આજરોજ અમે આદિવાસીઓના હક્ક અને લડાઈ માટે ગાંધીનગર આવ્યા છીએ.

પરંતુ જો 3-5 મહિનામાં તમામ મુદ્દાઓનું નિરાકરણ નહિ આવે તો સમગ્ર ભારતના આદિવાસી સાથે મળીને દિલ્હી સુધી આંદોલન કરવામાં આવશે. આદિવાસીઓ, નબળા વર્ગના લોકો, વંચિત દલિતોનો અવાજ રજુ કરીશું. અને આદિવાસી ગરીબ સમાજને ન્યાય મળે તેવા પ્રયત્નો કરીશું.

આ પણ વાંચો : Gujarat એ મેળવી વધુ એક સિધ્ધિ, એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્ષ-2021 માં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે

આ પણ વાંચો : Sabarkantha, Aravalli: ઘઉંના ટેકાના ભાવમાં વધારો છતાં રજીસ્ટ્રેશનમાં નિરસતા, ગત સિઝનના પ્રમાણમાં માંડ 10 ટકા નોંધણી

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">