ગુજરાતના પાલનપુર, અંબાજી અને પાટણમાં અનુભવાયો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. માઉન્ટ આબુ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું પણ સામે આવ્યું છે. રિક્ટર સ્કેલ પર 4.2ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હોવાની વાત સામે આવી.
10 સેકન્ડ સુધી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાટણ થી 13 કિલોમીટર દૂર હતું. ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર નીકળ્યા. અમદાવાદના પણ અનેક વિસ્તારોમાં ઊંચી બિલ્ડિંગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ઉત્તર ગુજરાતમાં ભૂકંપનો આંચકો અનુભવાયો. 10.15 કલાકે 4.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાટણ થી 13 કિલોમીટર દૂર હોવાનું જણાઈ રહ્યું છે. આ સાથે સાબરકાંઠામાં ઇડર, ખેડબ્રહ્મા, હિંમતનગર સહિતના વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા.
EQ of M: 4.2, On: 15/11/2024 22:15:45 IST, Lat: 23.71 N, Long: 72.30 E, Depth: 10 Km, Location: Mahesana, Gujarat.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/JROySZynkr— National Center for Seismology (@NCS_Earthquake) November 15, 2024
પાટણ અને બનાસકાંઠામાં અનુભવાયો ભૂકંપનો આંચકો અનુભવાયો. પાટણ થી 13 કિલો મીટર દૂર ઉત્તરમાં કેન્દ્રબિંદુ હોવાનું જણાઈ રહ્યું છે. પાલનપુર, વડગામ, અમીરગઢ, દાતા, ડીસામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. 4.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પાલનપુર ડીસા અને વડગામમાં લોકો ઘરની બહાર નીકળી ગયા.
બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ધ્રાંગધ્રા પાટડી વઢવાણ સહિતના તાલુકાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા. ગણતરીની સેકન્ડ સુધી આંચકા અનુભવ્યા હતા. સુરેન્દ્રનગર વાસીઓ ભૂકંપના આંચકા અનુભવતા ઘર બહાર દોડી આવ્યા. પાટણ થી 13 કિમિ દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. લોકોમાં ફફડાટ ફેલાયો ત્યારે ડિઝાસ્ટર વિભાગ પણ તપાસમાં કામે લાગ્યું. હાલ કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
Published On - 11:01 pm, Fri, 15 November 24