મહીસાગરમાં નંદઘરનું ઈ-લોકાર્પણ, 2 કરોડથી વધુના ખર્ચે થશે નિર્માણ

| Edited By: | Updated on: Nov 06, 2023 | 7:17 PM

મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષ સ્થાને આયોજિત આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોર, સાંસદ, ધારાસભ્યો, કલેકટર, ડીડીઓ અધિકારીઓ, પદાધિકારીઓ સહિત મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં રૂપિયા 2.11 કરોડના ખર્ચે 30 નંદઘરનું ઇ-લોકાર્પણ અને ઇ-ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વડોદરા ઝોનમાં સમાવિષ્ઠ 7 જિલ્લા અને 1 મહાનગપાલિકાની કુલ 13,373 આંગણવાડી કેન્દ્રોની કાર્યકર અને તેડાઘર બહેનોને પાટણના પટોળાંની ભાતવાળો ગણવેશ વિતરણ કાર્યક્રમ લુણાવાડા 42 પાટીદાર સમાજ ઘર ખાતે યોજાયો.

આ પણ વાંચો મહીસાગર : લુણાવાડામાં આધેડનો અગમ્ય કારણોસર આપઘાત, બ્રિજ પરથી કૂદીને જીવન ટૂંકાવ્યું

આ દરમિયાન મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુ બાબરીયાના અધ્યક્ષ સ્થાને આયોજિત આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી કુબેર ડિંડોર, જિલ્લા પંચાયત પ્રમુખ, સાંસદ, વિભાગ સચિવ, ધારાસભ્યો, કલેકટર, ડીડીઓ અધિકારીઓ, પદાધિકારીઓ સહિત મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં રૂપિયા 2.11 કરોડના ખર્ચે 30 નંદઘરનું ઇ-લોકાર્પણ અને ઇ-ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

મહિસાગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો