સમગ્ર દ્વારકા નગરી આજે કૃષ્ણમય બની છે. જન્માષ્ટમીના પર્વની ધામધુમપૂર્વક ઉજવણી ચાલી રહી છે. દૂર દૂરથી ભક્તો દ્વારકાધિશના દર્શને આવી રહ્યા છે. લાખો શ્રદ્ધાળુ દ્વારકા અને બેટ-દ્વારકામાં કૃષ્ણના દર્શને આવી રહ્યા છે. જન્માષ્ટમીના દિવસે ભગવાનને વિવિધ પ્રકારના ભોગ ધરાવવામાં આવે છે અને તેની પણ આગવી વિશેષતા છે. સવારે સ્નાન ભોગમાં માખણ, મિસરી, અને દૂધથી બનાવેલી વાનગીઓનો સમાવેશ થાય છે.
શૃંગાર દર્શન પછી ભગવાનને શૃંગાર ભોગ અર્પણ કરવામાં આવે છે. જેમાં ખીર, હલવો, અને અન્ય મીઠાઈઓ હોય છે. ગ્લાલ ભોગમાં દહીં, માખણ, અને પંજરીનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. રાજભોગમાં વિવિધ પ્રકારની શાકભાજી, દાળ, ભાત, પૂરી, અને મીઠાઈઓનો સમાવેશ થાય છે.
ઉથપ્પન ભોગ ધરાવવામાં આવે છે, જેમાં ફળો, ડ્રાયફ્રૂટ્સ, અને હળવી વાનગીઓ સામેલ હોય છે. તો સંધ્યા ભોગમાં ખીચડી, કઢી, અને અન્ય હળવી વાનગીઓ અર્પણ કરાય છે. શયન ભોગમાં દૂધ, ખીર અને મીઠાઈઓ જેવી હળવી અને પૌષ્ટિક વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે.
Input Credit- Jignasa Kalani- Dwarka
Published On - 9:26 pm, Sat, 16 August 25