ગુજરાતના(Gujarat)પવિત્ર યાત્રાધામ દ્વારકામાં(Dwarka)કોરોના(Corona)સંક્રમણના કેસ વધતા સ્થાનિક વહીવટી તંત્ર કડક બન્યું છે. જેમાં દ્વારકાધીશ મંદિરમાં ધ્વજારોહણ માટે હવે 20 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે. ધ્વજારોહણ માટે ભક્તોએ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમો પાળવાના રહેશે.
જો કે દેશ વિદેશથી આવતા ભક્તોના દર્શન માટે કોઈ નિયંત્રણ લગાવવામાં આવ્યું નથી. દ્વારકાધીશ મંદિર આસપાસના દુકાનદારો, હોટલ સંચાલકોને પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે.
ગુજરાતમાં(Gujarat) સતત બે દિવસથી કોરોનાના(Corona) કેસમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં 15 જાન્યુઆરીના રોજ કોરોનાના નવા 9177 કેસ નોંધાયા છે..જ્યારે કોરોનાના કારણે સાત દર્દીઓનાં મોત થયા છે.તો એક જ દિવસમાં 5,404 લોકો કોરોના મુક્ત થયા છે.
રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં(Ahmedabad) 2,621 કેસ તો સુરતમાં 2,215 કોરોનાના નવા દર્દી મળ્યા. વડોદરા પણ 1,211 પોઝિટિવ કેસ સામે આવ્યા.રાજકોટમાં 438 કેસ નોંધાયા.રાજ્યના અન્ય જિલ્લાની વાત કરીએ તો, સુરત ગ્રામ્યમાં 282, ભાવનગમાં 250, ગાંધીનગરમાં 218, વલસાડમાં 201, નવસારીમાં 175, રાજકોટ ગ્રામ્યમાં 149, મહેસાણામાં 135 કેસ નોંધાય.તો જામનગરમાં 121, ગાંધીનગર ગ્રામ્યમાં 102, કચ્છ-વડોદરા ગ્રામ્યમાં 87-87, બનાસકાંઠામાં 81 અને આણંદમાં 78 કેસ મળ્યા.
જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં 59,564 એક્ટિવ દર્દી છે.જે પૈકી 60 વેન્ટિલેટર પર છે. 59,504 નાગરિકો સ્ટેબલ છે. 8,46,375 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. 10,151 નાગરિકોનાં અત્યાર સુધી કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે.તો અમદાવાદમાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો જોવા મળ્યો.અમદાવાદ શહેરમાં ૨૬૨૧ કોરોનાના નવા કેસ નોંધાયા..જ્યારે ૨૪૮૧ દર્દીઓ ઠીક થયા..જો અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો 45 નવા કેસ સામે આવ્યા.
આ પણ વાંચો : Ahmedabad : કાંકરિયા અને નવરંગપુરાના મલ્ટીલેવલ પાર્કિંગ નિષ્ફળ, છતાં AMC ચાર નવા મલ્ટીલેવલ પાર્કિંગ બનાવશે
Published On - 9:20 pm, Sat, 15 January 22