Dwarka: નશાકારક આલ્કોહોલયુક્ત સિરપને લઈ પોલીસની ઝૂંબેશ, વધુ 3170 બોટલનો જથ્થા સાથે 1 શખ્શની અટકાયત
Alcoholic Syrup: ખંભાળીયામાં હાઈવે પર આવેલ એક ગોડાઉનમાં ભરેલ 3170 બોટલ સિરપના જથ્થાને પોલીસે ઝડપી લીધો છે. પોલીસે બાતમી આધારે શંકાસ્પદ આલ્કોહોલ યુક્ત જથ્થાને જપ્ત કરવા સાથે એક શખ્શની પણ અટકાયત કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકામાં પોલીસ નશાકારક સિરપને શોધી નિકાળવા માટે જાણે કે ઝૂંબેશ હાથ ધરી છે. નશાની આશંકા ધરાવતા જથ્થાને પોલીસ દ્વારા શોધી શોધીને ગુના દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ખંભાળીયામાં હાઈવે પર આવેલ એક ગોડાઉનમાં ભરેલ 3170 બોટલ સિરપના જથ્થાને પોલીસે ઝડપી લીધો છે. પોલીસે બાતમી આધારે શંકાસ્પદ આલ્કોહોલ યુક્ત જથ્થાને જપ્ત કરવા સાથે એક શખ્શની પણ અટકાયત કરવામાં આવી છે.
પોલીસે યુવકની પૂછરપછ હાથ ધરી છે અને સિરપનો જથ્થો ક્યાંથી અને કેવી રીતે લાવ્યો હતો એ સવાલોના જવાબ મેળવવામાં આવ્યા છે. પોલીસે સિરપના સેમ્પલ લઈને તેની તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. સિરપમાં કેટલો આલ્કોહોલ છે અને અન્ય કયા પ્રકારના દ્રવ્યોનુ મિશ્રણ છે એ તમામ વિગતો મેળવવા માટે કાર્યવાહી શરુ કરી છે.
આ પણ વાંચોઃ Sabarkantha: વિકાસ કાર્યોનો ધમધમાટ શરુ કરનાર ચીફ ઓફિસરની બદલી કર્યા બાદ રદ કરાઈ, ઉચ્ચ કક્ષાએથી લેવાયો નિર્ણય!
દેવભૂમિ દ્વારકા સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Aug 09, 2023 10:58 PM
