Dwarka Video : બિનવારસી ડ્રગ્સ સિલસિલો યથાવત, દરિયાકાંઠેથી ફરી મળ્યા 30થી વધારે ડ્રગ્સના પેકેટ
છેલ્લા કેટલાક સયથી રાજ્યમાં બિનવારસી હાલતમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત છે. દ્વારકામાં ફરી એકવાર બિનવારસી હાલતમાં ડ્રગ્સ મળ્યો છે. દ્વારકાના વાછુ ગોરિજા વિસ્તારના દરિયાકાંઠેથી ફરી ચરસના પેકેટો મળ્યા છે.
છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં બિનવારસી હાલતમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત છે. દ્વારકામાં ફરી એકવાર બિનવારસી હાલતમાં ડ્રગ્સ મળ્યો છે. દ્વારકાના વાછુ ગોરિજા વિસ્તારના દરિયાકાંઠેથી ફરી ચરસના પેકેટો મળ્યા છે. અહીંથી આશરે 30 થી 40 જેટલા પેકેટ ચરસના મળ્યા છે.
જો કે જુદા જુદા 3 સ્થળેથી ડ્રગ્સના 64 પેકેટ મળ્યા છે. મળેલા ચરસ અને ડ્રગ્સ અંદાજે 25 કરોડથી વધુ છે. 3 સ્થળોએથી ડ્રગ્સનો જથ્થો મળ્યો તે કંસાઈનમેન્ટનો ભાગ હોવાનું પોલીસનું અનુમાન છે. દ્વારકા પોલીસ દ્વારા FSL ની મદદથી કાર્યવાહી હાથ ધરી છે.
આ પહેલા દેવભૂમિ દ્વારકા જિલ્લા SOG તેમજ દ્વારકા પોલીસ દ્વારા દ્વારકા નજીકના દરિયા કાંઠા વિસ્તારમાંથી રૂપિયા 16.03 કરોડ કિંમતનો 32 કિલોથી વધુ ચરસનો જથ્થો મળી આવ્યો હતો. આ પ્રકરણ બાદ સ્થાનિક પોલીસે જાહેર કરેલી ઝુંબેશ દરમિયાન રાત્રીના સમયે પોલીસને આશરે રૂપિયા 43 લાખ જેટલી કિંમતનો વધુ પોણા નવસો ગ્રામ જેટલો ચરસનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો