ડાંગમાં વરસાદી સિઝનમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી, જુઓ ભીગુ ધોધનો આકાશી નજારો- Video

| Edited By: | Updated on: Jul 28, 2024 | 4:39 PM

ગુજરાતના ચેરાપુંજી ગણાતો ડાંગ જિલ્લો કે જ્યાં ચોમાસા દરમિયાન પ્રકૃતિ ચારેકોર ખીલી ઊઠે છે જેને લઇને ડાંગ જિલ્લામાં આવેલા અનેક ધોધ પણ સક્રિય થયા છે ત્યારે વઘઈ થી 20 km ના અંતરે આવેલું કોસમાળ નો ભીગુધોધ પણ સક્રીય થતા પ્રવાસીઓ કોસમાળ ધોધ ખાતે પહોંચી રહયા છે.

ડાંગ જિલ્લામાં એમતો અનેક ધોધ આવેલ છે જેમાં ગીરાધોધ ખુબજ પ્રખ્યાત છે પરંતુ વઘઈ તાલુકામાં આવેલ કુશમાળ ગામે પ્રવાસન સ્થળ (ભીગુ ધોધ) સૌથી વધુ આકર્ષક લાગે છે. આ ધોધ ઉપર જવા માટે કોઈ માર્ગ નથી પ્રવાસીઓ એ અહીંયા પહોંચવા માટે બે થી ત્રણ કિલોમીટર નું ટ્રેકિંગ કરવું પડે છે. (ભીગુ ધોધ ) પ્રવાસન સ્થળ હોવાથી દર વર્ષે ચોમાસુ દરમ્યાન ધોધની મજા માણવા અને જોવા માટે હજારો પ્રવાસીઓ જીવન જોખમે જંગલ વિસ્તારમાં ટ્રેકિંગ કરને
અહીં પહોંચે છે.

આ ભીગુ ધોધ ઉપર પહોંચતા પ્રવાસીઓને કોઈ હોલીવુડના ફિલ્મ ના દશ્યો જોતા હોય તેવી અનુભૂતિ થાય છે. ગીરાધોધને મીની નાયગ્રા ફોલ તરીકે ગણાવતા પ્રવાસીઓ તેને દૂરથી માણવા મજબૂર છે પરંતુ ભીગુધોધને નજીકથી માણવા મળતો હોય લોકો ખાસ ભીગુધોધ સુધી પહોંચીને કુદરતી સૌંદર્ય વાતાવરણમાં એડવેન્ચર સાથે જીવનની યાદગાર પળ કેમેરામાં કેદ કરી આનંદ માણી રહ્યા છે. પ્રવાસીઓ અહીં ગંદકી ન કરી કુદરતી વાતાવરણ સ્વચ્છ રાખી નેચરને માણે તેવી પ્રશાસન દ્વારા અપીલ કરાઈ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો