અંબાજીમાં દાંતા સ્ટેટના રાજવી પરિવાર દ્વારા કરાઈ દુર્ગાષ્ટમી મહાપૂજા, જુઓ VIDEO

|

Oct 04, 2022 | 7:17 AM

દુર્ગાષ્ટમી મહાપૂજામાં દાંતા સ્ટેટના (Danta State) રાજવી પરિવાર સહિત આઠ ગામના ઠાકોર અને ક્ષત્રિય રજપૂતો પણ જોડાયા હતા

Banaskantha : વર્ષની સૌથી મોટી અષ્ટમી એટલે કે દુર્ગાષ્ટમી, આ દિવસે યાત્રાધામ અંબાજી (Ambaji) ખાતે રાજપરિવાર દ્વારા વિશેષ મહાપૂજા કરવામાં આવે છે. ચાલુ વર્ષે મહાપૂજામાં દાંતા સ્ટેટના (Danta State) રાજવી પરિવાર સહિત આઠ ગામના ઠાકોર અને ક્ષત્રિય રજપૂતો પણ જોડાયા હતા. દર વર્ષની માફક પરંપરાગત રીતે મશાચલી દ્વારા રાજવી પરિવારના સભ્યના પગ ધોઈને ગર્ભગૃહમાં પ્રવેશ અપાયો હતો. રાજવી પરિવારને ગર્ભગૃહમાં હોમહવન માટે પણ વિશેષ હક્કો મળેલા છે, જેને લઈ યજ્ઞશાળામાં નવચંડી હવન પણ કરાયો હતો.  મહત્વનું છે કે દુર્ગાષ્ટમીના લીધે સામાન્ય દિવસો કરતા માઈભક્તોની વિશેષ ભીડ જોવા મળી હતી.

વડાપ્રધાન મોદીએ અંબાજી મંદિરમાં કરી પૂજા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અંબાજી મંદિર સાથેનો નાતો ઘણો જૂનો છે.PM મોદી (PM Narendra modi) અંબાજી મંદિરમાં પૂજા અર્ચના બાદ ગબ્બર તીર્થ ખાતે મહા આરતી કરી હતી. નવરાત્રીના આ પર્વ પર ભાવપૂર્વક મા અંબાની આરાધના કરી હતી. મહત્વનું છે કે,વડાપ્રધાન મોદી  ઉત્તર ગુજરાતથી(north gujarat)  આવે છે.  અને શક્તિના ઉપાસક છે. શારદીય નવરાત્રીના નવે નવ દિવસ તેઓ ઉપવાસ કરે છે. અંબાજી પ્રત્યે તેમની વિશેષ આસ્થા છે.

Next Video