Cyclone Biporjoy : દેવભૂમિ દ્વારકા વાવાઝોડાની અસરને કારણે અનેક વિસ્તારોમાં નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા, જુઓ Video

| Edited By: | Updated on: Jun 14, 2023 | 11:55 PM

દેવભૂમિ દ્રારકામાં વાવાઝોડાની અસર સામે આવી છે. રુપેણ બંદર પર દરીયાનાં મોજાના કારણે કિનારે નુકશાન થયું છે. બંદર પર 30 ફૂટનો ટાવર તૂટી પડયો. ભારે પવનના કારણે ટાવર પણ ધરાશાયી થયો હતો. ફિશરીશ વિભાગે માછીમારોને સૂચકતા માટે ટાવર મૂકયો હતો.

Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડું ગુજરાતનાં દરિયાકાંઠે દસ્તક આપી રહ્યું છે. ત્યારે દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની ભારે અસર થઇ છે. વાવાઝોડાની અસરને કારણે અનેક વિસ્તારોમાં નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યાં છે. ત્યારે રુપેણ બંદર પર 30 ફૂટનો ટાવર તૂટી પડયો છે. રુપેણ બંદર પર ફિશરીશ વિભાગે 7થી 8 વર્ષ પહેલા માછીમારોને સૂચકતા માટે ટાવર મૂકયો હતો. જે વાવાઝોડાની અસરથી ભારે પવનનાં કારણે ધરાશાયી થયો. ટાવર પડતા આસપાસની દુકાનોનાં છાપરા તૂટી પડ્યા. તો રુપેણ બંદર પર દરીયાનાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે જેને કારણે કિનારાને પણ નુકસાન થયું છે.

આ પણ વાંચો : જામનગરના અંધાશ્રમ આવાસમાંથી 1500 જેટલા લોકોનું કરાયું સ્થળાંતર, શાળાઓમાં બે દિવસની રજા, જુઓ Video

બીજી તરફ બિપરજોય વાવાઝોડાની ભયાનક અસરો હવે દરિયાકાંઠાના વિસ્તારોમાં દેખાવા લાગી છે. વાવાઝોડાને પગલે કચ્છના છેવાડાનું મઢવા ગામ ખાલી કરાવી દેવામાં આવ્યું છે. ગામના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તો આ તરફ દ્વારકા જિલ્લામાં પણ દરિયાના પાણી ઘૂસી જવાથી મોટાપાયે નુકસાન થયું છે.

જેથી ગામની બજારો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. ગામમાં જાણે કરફ્યૂ હોય તેવો માહોલ છે. તો નવસારીના દરિયામાં મોટા મોજા ઉછળવાને કારણે હજીરાથી મુંબઈ જતી ONGCની લાઈનને ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. જેનું હાલ સમારકામ કરવામાં આવી રહ્યું છે. તો જૂનાગઢના માંગરોળના દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જેટીમાં નુકસાન પહોંચ્યું છે.

બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 14, 2023 11:55 PM