જૂનાગઢમાં ભારે વરસાદથી સ્થિતિ કફોડી બની : ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા , જુઓ Video
મેઘરાજાએ એવો કહેર વર્તાવ્યો કે સમગ્ર જૂનાગઢ શહેર દરિયામાં ફેરવાયું હોય તેવી સ્થિતિ સર્જાઈ. ધસમસતા પાણીના પ્રવાહે જૂનાગઢવાસીઓને ધ્રુજાવી દીધા છે. મોટાભાગના વિસ્તારો પાણી-પાણી થઈ ગયા.. પાણીના પ્રવાહમાં અનેક કાર-બાઈક, કેબીનો રેકડીઓ તણાઈ ગઈ.
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું (Rain) હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.ફક્ત બે કલાકમાં જ જૂનાગઢ દરિયામાં ફેરવાયું છે. જૂનાગઢ શહેરના રસ્તા પર નદીઓ વહી રહી છે,, અને આખુ શહેર જાણે દરિયો બની ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તેવા સમયે જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ જણાવ્યું કે સમગ્ર જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ છે.તેમજ સમગ્ર જૂનાગઢની સ્થિતિ કફોડી બની છે.
લોકોને અનેક સ્થળોથી બચાવવામાં આવ્યા છે. તેમજ અમુક વિસ્તારોમાં લોકોએ ધાબા પર આશરો લેવો પડ્યો છે. હાલમાં જૂનાગઢ કોર્પોરેશન દ્વારા સમગ્ર વિસ્તારમાં પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવામાં આવી છે .
આ પણ વાંચો : જૂનાગઢમાં આભ ફાટ્યું, ભવનાથ અને કાળવા ચોક વિસ્તારો પાણીમાં ડૂબ્યા, જુઓ Video
મેઘરાજાએ એવો કહેર વર્તાવ્યો કે સમગ્ર જૂનાગઢ શહેર દરિયામાં ફેરવાયું હોય તેવી સ્થિતિ સર્જાઈ. ધસમસતા પાણીના પ્રવાહે જૂનાગઢવાસીઓને ધ્રુજાવી દીધા છે. મોટાભાગના વિસ્તારો પાણી-પાણી થઈ ગયા.. પાણીના પ્રવાહમાં અનેક કાર-બાઈક, કેબીનો રેકડીઓ તણાઈ ગઈ.
લોકોના મકાનોમાં પાણી ઘૂસી જતાં લોકો ઘરના ધાબા પર ચડી ગયા.. સાંબેલાધાર વરસાદના પગલે જૂનાગઢની જનતા એક જ પ્રાથના કરી રહી છે કે ‘હવે મેઘતાંડવ બંધ થાય તો સારૂ’.
જૂનાગઢ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો