ગુજરાતમાં કોરોનાના કેસ (Corona case)ની સુનામી આવી છે. જેના કારણે લગ્નપ્રસંગ સહિતના કાર્યક્રમો માટે સરકારે કોરોનાની નવી ગાઇડલાઇન (Guideline) પણ જાહેર કરી છે. લગ્ન પ્રસંગમાં કોરોના સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાવાની સંભાવના છે. જો કે કોરોનાકાળમાં હવે બધુ જ ઓનલાઇન થવા લાગ્યુ છે ત્યારે સુરતમાં ઓનલાઇન એક સમુહ લગ્ન (Mass wedding)નું આયોજન કરવામાં આવ્યુ છે. જેથી કોરોના સંક્રમણને અટકાવી શકાય.
કોરોના કાળમાં નાના પ્રસંગોથી લઈને મીટિંગો ઓનલાઈન જ થાય છે. તેવામાં હવે સમૂહ લગ્ન પણ ઓનલાઈન યોજાશે. વાત જાણીને આશ્ચર્ય થશે પરંતુ આ હકીકત છે. સુરતમાં અનોખા ઓનલાઈન સમૂહ લગ્નોત્સવ 20 ફેબ્રુઆરીએ યોજાશે. સૌરાષ્ટ્ર પટેલ સમાજના 121 યુગલ જુદા-જુદા સ્થળેથી જોડાશે. આ સમૂહ લગ્નનું 100 કરતા વધુ દેશોમાં જીવંત પ્રસારણ કરવામાં આવશે. સાથે બચતનો મેસેજ આપવા માટે દરેક યુગલને 10-10 હજારની FD અપાશે.
સંસ્થાના પ્રમુખ કાનજી ભાલાળા સહિતના હોદ્દેદારોએ કહ્યું કે આગામી 20 ફેબ્રુઆરીએ સાંજે 4થી 8 વાગ્યા સુધી દરેક કન્યા પક્ષ પોત-પોતાની અનુકૂળતા પ્રમાણે લગ્ન મંડપ વ્યવસ્થા કરશે. બંને પક્ષના 50-50 વ્યક્તિઓની હાજરીમાં લગ્ન વિધિ થશે. જુદા-જુદા 121 સ્થળે મંડપ હશે. ટી.વી ચેનલ તથા ડિજિટલ માધ્યમથી 100થી વધારે દેશોમાં સમૂહ લગ્નોત્સવનું જીવંત પ્રસારણ કરાશે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-