Dahod : કલેકટર કચેરી પાસે બે રાઉન્ડ હવામાં ફાયરિંગ, પોલીસ કોન્સ્ટબલે નશામાં ફાયરિંગ કરતા અફરા-તફરી, જુઓ Video
કોન્સ્ટેબલ ભરત પટેલિયાએ દારૂના નશામાં ફાયરિંગ કરતા આસપાસના વિસ્તારમાં દોડાદોડી થઈ ગઈ હતી. ફરજ પરના અન્ય કર્મચારીઓએ વરિષ્ઠ અધિકારીઓને જાણ કરી હતી. ત્યાર બાદ હવાઈ ફાયરિંગ કરનાર કોન્સ્ટેબલ સામે દાહોદના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે.
દાહોદમાં એક કોન્સ્ટેબલે (constable) દારૂના નશામાં બે રાઉન્ડ હવાઈ ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે. કલેકટર કચેરીના EVM વેર હાઉસ કમ્પાઉન્ડમાં ફરજ પૂર્ણ કરીને ઘરે જતા સમયે કોન્સ્ટેબલે ફાયરિંગ કરતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે પોલીસ કોન્સ્ટેબલે દારૂના નશામાં ફાયરિંગ કરતા પોલીસ વિભાગ સામે સવાલો ઉઠ્યા છે.
આ પણ વાંચો દાહોદમાં મેઘરાજાની મહેર બાકી, ડેમ હજી ખાલી, જિલ્લાના 8 પૈકી 6 ડેમ ખાલી, જુઓ Video
કોન્સ્ટેબલ ભરત પટેલિયાએ દારૂના નશામાં ફાયરિંગ કરતા આસપાસના વિસ્તારમાં દોડાદોડી થઈ ગઈ હતી. ફરજ પરના અન્ય કર્મચારીઓએ વરિષ્ઠ અધિકારીઓને જાણ કરી હતી. ત્યાર બાદ હવાઈ ફાયરિંગ કરનાર કોન્સ્ટેબલ સામે દાહોદના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે.
દાહોદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો