સૌરાષ્ટ્ર-કચ્છ દરિયાઇ પટ્ટીમાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત, મોટું કન્સાઇનમેન્ટ દરિયામાં ફેંકાયાની આશંકા

|

Jun 17, 2024 | 6:39 PM

દરિયાઇ પટ્ટીમાં અલગ અલગ સ્થળેથી ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. પોરબંદર દરિયાકાંઠેથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. તો પોલીસને આશંકા છે કે મોટું કન્સાઇનમેન્ટ દરિયામાં ફેંકી દેવામાં આવ્યું હોઈ શકે છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સર્ચ ઓપરેશન દરમિયાન પોરબંદરમાં એક જ દિવસમાં ચરસના 6 બિનવારસી પેકેટ મળી આવ્યા છે.

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. દરિયાઇ પટ્ટીમાં અલગ અલગ સ્થળેથી ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. પોરબંદર દરિયાકાંઠેથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. તો પોલીસને આશંકા છે કે મોટું કન્સાઇનમેન્ટ દરિયામાં ફેંકી દેવામાં આવ્યું હોઈ શકે છે.

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સર્ચ ઓપરેશન દરમિયાન પોરબંદરમાં એક જ દિવસમાં ચરસના 6 બિનવારસી પેકેટ મળી આવ્યા છે. ડોગ સ્કવોર્ડની મદદથી પોરબંદર પોલીસને સફળતા મળી છે. ગીર સોમનાથમાં પણ માછીમારની બાતમીને આધારે ડ્રગ્સ મળી આવ્યું છે. ડ્રગ્સ મળી આવવાની ઘટનાઓ બાદ સમગ્ર સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સધન તપાસ કરવાની પોલીસને સૂચના આપવામાં આવી છે. ત્યારે પોલીસને તપાસ દરમિયાન દરિયાકાંઠેથી વધુ ડ્રગ્સના પેકેટ મળી આવવાની આશંકા છે.

 

Next Video