વલસાડમાંથી વધુ એક માદક પદાર્થ બનાવતી ફેકટરી ઝડપાઈ, 4 કામદારોની અટકાયત કરી, જુઓ Video
વલસાડ તાલુકામાં માદક પદાર્થ બનાવતી વધુ એક બોગસ ફેકટરી ઝડપાઈ છે. વલસાડ જિલ્લામાં બાતમીના આધારે DRIએ રેડ પાડીને માદક પદાર્થની ફેકટરી ઝડપી હતી. ત્યારે DRIની રેડ બાદ SOG પોલીસ સક્રિય થઈ છે.
વલસાડ તાલુકામાં માદક પદાર્થ બનાવતી વધુ એક બોગસ ફેકટરી ઝડપાઈ છે. વલસાડ જિલ્લામાં બાતમીના આધારે DRIએ રેડ પાડીને માદક પદાર્થની ફેકટરી ઝડપી હતી. ત્યારે DRIની રેડ બાદ SOG પોલીસ સક્રિય થઈ છે. SOG પોલીસે બાતમીની આધારે લાઈસન્સ વગર માદક પદાર્થ બનાવતી કંપની પર દરોડા પાડ્યા છે.
વલસાડના ચીખલી ગામ નજીક નેશનલ હાઈવે 48 પાસે કંપની ચાલતી હતી. ફેકટરીમાં અલગ-અલગ કેમિકલ લાવી માદક પદાર્થ બનાવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. તમામ પાઉડર ફોર્મ કબજે કરી સેમ્પલ લઈ FSLમાં મોકલાયા છે. કંપની માર્ચ મહિના બાદ વગર લાયસન્સથી ચાલતી હોવાનું સામે આવ્યું છે. કંપનીના સંચાલક સહિત 4 કામદારોની અટકાયત કરી છે. તેમજ કંપનીના મશીન, માદક દ્રવ્યો સહિત 11 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
ઉલ્લેખનીય છે કે વલસાડમાંથી ફરી એક વખત માદક પદાર્થ બનાવતી ફેકટરી ઝડપાઈ છે. DRIની રેડ બાદ SOG પોલીસે વલસાડના ચીખલી ગામ નજીક નેશનલ હાઈવે 48 પાસે ચાલતી કંપની ઝડપાઈ હતી. કંપની માર્ચ મહિના બાદ વગર લાયસન્સથી ચાલતી હોવાનું સામે આવ્યું છે. કંપનીના સંચાલક સહિત 4 કામદારોની અટકાયત કરવામાં આવી છે. કંપનીના મશીન, માદક દ્રવ્યો સહિત 11 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
