સાબરકાંઠાઃ વડાલીના મહોર નજીક પથ્થરની શિલા પર બેઠેલા દીપડાનો ડ્રોન વીડિયો, જુઓ

સાબરકાંઠાઃ વડાલીના મહોર નજીક પથ્થરની શિલા પર બેઠેલા દીપડાનો ડ્રોન વીડિયો, જુઓ

| Updated on: Jun 13, 2024 | 10:30 AM

વડાલી તાલુકાના મહોર ગામની સીમમાં ડુંગરની એક શિલા પર બેઠેલો દીપડો ડ્રોન વીડિયોમાં નજર આવ્યો છે. લગ્નનો વરઘોડો નિકળ્યો હોવાને લઈ ડ્રોન ઉડાડવામાં આવ્યું હતુ. આ દરમિયાન કેમેરામેનની નજર એક શિલા પર પ્રાણી હોવા તરફ ગઈ હતી. જેને લઈ ડ્રોનને નજીક લઈ જતા જ દીપડો પથ્થરની વિશાળ શિલા પર બેઠો હોવાનું નજર આવ્યું હતુ.

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના મહોર ગામની સીમમાં ડુંગરની એક શિલા પર બેઠેલો દીપડો ડ્રોન વીડિયોમાં નજર આવ્યો છે. લગ્નનો વરઘોડો નિકળ્યો હોવાને લઈ ડ્રોન ઉડાડવામાં આવ્યું હતુ. આ દરમિયાન કેમેરામેનની નજર એક શિલા પર પ્રાણી હોવા તરફ ગઈ હતી. જેને લઈ ડ્રોનને નજીક લઈ જતા જ દીપડો પથ્થરની વિશાળ શિલા પર બેઠો હોવાનું નજર આવ્યું હતુ.

ડ્રોન વીડિયોમાં દીપડો બેઠેલો અને બાદમાં હરતો ફરતો ઝાડીઓ તરફ દોડી જતો નજર આવી રહ્યો છે. વીડિયો મુજબ ડ્રોન દીપડા તરફ નજીક જવાથી તેના અવાજ અને ઉડતા આવવાને લઈ દીપડો સુરક્ષીત સ્થળે જવા માટે ભાગી જતો નજર આવ્યો હતો. ડ્રોન વીડિયો આ બાદ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

આ પણ વાંચો:  આ મહારાણી એક સાથે 100 પગરખાંનો વિદેશમાં આપતા ઓર્ડર, કિંમતી હીરા-મોતી જડેલા સૅન્ડલ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">