સુરતમાં પિતાવિહોણી 300 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન, પ્રથમ દિવસે 150 નવદંપતિએ પ્રભુતામાં પગલાં પાડ્યા

|

Dec 25, 2022 | 2:04 PM

Surat news : પિતા વિહોણી દીકરીઓના ભવ્ય લગ્ન સમારોહની શરૂઆત કરનાર પી પી સવાણી ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે 300 દીકરીઓના લગ્ન યોજવામાં આવ્યા.

સુરતમાં પિતાવિહોણી 300 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરાયુ છે. સમૂહ લગ્નના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. આ દ્રશ્યોની સમૂહ લગ્નની ભવ્યતાનો અંદાજ આવી જાય છે. દીકરી જગત જનનીના નામ હેઠળ આ લગ્નોત્સવ યોજાયા હતા. પ્રથમ દિવસે 150 નવદંપતિએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. દીકરીઓના સમૂહ લગ્નોત્સવમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. સુરતના જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણી પિતા વિહોણી દીકરીઓના પિતા બન્યા છે.

સવાણી પરિવાર કરાવશે 300 દીકરીના લગ્ન

પિતા વિહોણી દીકરીઓના ભવ્ય લગ્ન સમારોહની શરૂઆત કરનાર પી પી સવાણી ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે ૩૦૦ દીકરીઓના લગ્ન યોજવામાં આવ્યા. આ સાથે પિતાની છત્રછાયા ગુમાવનાર હજારો બાળકોના શિક્ષણ, આરોગ્ય અને લગ્નની સંપૂર્ણ જવાબદારી નિભાવનાર પીપી સવાણી પરિવારે અનોખુ પગલું ભર્યુ છે.

એક લાખ લોકો લેશે અંગદાનનો સંકલ્પ

“દીકરી જગત જનની”ના નામે આયોજિત આ કાર્યક્રમ અનેક રીતે વિશેષ બન્યો છે. આ વર્ષે દિલીપદાદા દેશમુખના અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ, નિલેશભાઈ માંડલેવાલાના ડોનેટ લાઈફ ફાઉન્ડેશન અને પિયુષભાઇ ગોંડલીયાના જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સહયોગથી અંગદાન સંકલ્પનો અનોખો કાર્યક્રમ પણ યોજાયો છે. જેમાં એક લાખ લોકોના અંગદાનના સંકલ્પનો ઇતિહાસ સર્જાયો છે. અંગદાન અંગે જાગૃતિ માટે અને અંગદાન સંકલ્પ અંગે અમે અગાઉથી જ સહમતી લઇ લીધી હતી. સાથે જ આ લગ્ન પ્રસંગના કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય એવા પરિવારના સભ્યો કરશે જેમના પરિવારમાંથી અંગદાન થયું છે અથવા અંગદાન મેળવ્યું છે.

Next Video