અરવલ્લીઃ મોડાસા એસટી બસ પોર્ટ પાસે ડો. આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરાયું

| Updated on: Jan 28, 2024 | 5:21 PM

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ડો બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા અનાવરણ કરવામાં આવી છે. શહેરમાં નિર્માણ પામી રહેલા એસટી બસ પોર્ટ પાસે આંબેડકર સર્કલ ખાતે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યુ છે. આ પ્રસંગે સબલપુરથી શહેરમાં આંબેડકર સર્કલ સુધી વિશાળ શોભાયાત્રા યોજવામાં આવી હતી.

મોડાસામાં નવીન બસ પોર્ટ પાસેના આંબેડકર સર્કલ ખાતે પ્રસ્થાપિત કરવાામાં આવેલ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યુ છે. પ્રતિમા અનાવરણ કાર્યક્રમનું આયોજન મોડાસા ખાતે રાખવામાં આવ્યુ હતુ. જેમાં મોડાસા શહેરના સબલપુરથી આંબેડકર સર્કલ સુધી શોભાયાત્રા યોજવામાં આવી હતી.

આ પણ વાંચો: ભ્રષ્ટાચારીઓમાં ACBના ફફડાટ વચ્ચે ગાંધીનગરની ટીમને 150 રુપિયા ‘લેતો’ ST ડ્રાઇવર હાથ લાગ્યો!

કાર્યક્રમમાં અમદાવાદના સાંસદ ડો. કિરીટ સોલંકી, રાજુભાઈ પરમાર, અરવલ્લી જિલ્લા ભાજપ અધ્યક્ષ રાજુ પટેલ અને રિબડાના રાજદીપસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને રવિવારે ભવ્ય કાર્યક્રમ દ્વારા ખુલ્લી મુકવામાં આવી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો