Rajkot: જામકંડોરણાના દુધીવદર પાસેનો ફોફળ-1 ડેમ થયો ઓવરફલો, ભાદર-૨ ડેમનો દરવાજો ખોલાયો

રાજકોટ જિલ્લામાં જામકંડોરાના દૂધીવદર નજીકનો ફોફળ-1 ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2022 | 10:45 AM

રાજકોટ (Rajkot) જિલ્લામાં જામકંડોરાના દૂધીવદર નજીકનો ફોફળ-1 ડેમ ઓવરફ્લો (Dam overflow) થયો છે. ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. દૂધીવદર, ઇશ્વરીયા, તરવડા, વેગડી ગામના લોકોને એલર્ટ કરાયા સાથે જ નદીના પટમાં અવર-જવર નહીં કરવા સૂચના આપવામાં આવી છે. દૂધીવદરથી મોટા ભાદરા તરફ જતા ફોફળના કોઝવે પર પાણી ફરી વળ્યાં છે. જેને લઈ હાલ રસ્તો વાહનચાલકો માટે બંધ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, ધોરાજી શહેર અને જામકંડોરણા ગામ અને તાલુકા 52 ગામોને પીવાનું પાણી પૂરું પાડે છે આ ડેમ. ફોફળ ડેમ માંથી ધોરાજી તાલુકાના પાંચ ગામ અને જામકંડોરણા તાલુકાના પાંચ ગામોને સિંચાઇનું પાણી આપવામાં આવે છે.

મહત્વનું છે કે, ગઈકાલે ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ગોંડલ શહેરમાં 2 કલાકમાં ધમાકેદાર દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ નોંધપાત્ર વરસાદ હતો. તાલુકાના મોવિયા, જામવાડી, દેરડી, વાસાવડ, ચોરડી, ભોજપરા, ભુણાવા, રિબડા, શાપર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો.

ગુજરાતવાસીઓ માટે આગામી પાંચ દિવસ ભારે

ગુજરાતમાં રવિવાર રાતથી પડેલા વરસાદથી સમગ્ર રાજ્ય પાણીમાં તરબોળ થઇ ગયુ છે. ઠેર ઠેરથી તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે. તો ક્યાંક લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. શાળા-કોલેજ, ગાર્ડન, દુકાનો, ખેતરો તમામ સ્થળે માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યુ છે. હજુ આ સ્થળોએથી પાણી માંડ ઓસરવાનું શરુ કર્યુ છે. ત્યાં ફરી હવામાન વિભાગે 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Follow Us:
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">