આજનું હવામાન : પવનની દિશા બદલાતા બેવડી ઋતુનો થશે અહેસાસ, અનેક વિસ્તારોમાં પવન ફૂંકાવાની સંભાવના, જુઓ Video

આજનું હવામાન : પવનની દિશા બદલાતા બેવડી ઋતુનો થશે અહેસાસ, અનેક વિસ્તારોમાં પવન ફૂંકાવાની સંભાવના, જુઓ Video

| Updated on: Feb 11, 2025 | 8:17 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં પવન ફૂંકાય તેવી સંભાવના કરવામાં આવી છે. આગામી 5 દિવસ તાપમાન યથાવત રહે તેવી શક્યતા છે. પવનની દિશા બદલાતા બેવડી ઋતુનો અહેસાસ થાય તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં પવન ફૂંકાય તેવી સંભાવના કરવામાં આવી છે. આગામી 5 દિવસ તાપમાન યથાવત રહે તેવી શક્યતા છે. પવનની દિશા બદલાતા બેવડી ઋતુનો અહેસાસ થાય તેવી સંભાવના છે. ઉત્તર પશ્ચિમ ઉતરના પવન ફૂંકાવાય જેના કારણે કેટલાક વિસ્તારોમાં ઠંડી પડી શકે છે.

રાજ્યમાં કેટલું રહેશે તાપમાન ?

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, અમરેલી, ભરૂચ, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. બનાસકાંઠા, મહીસાગર સહિતના જિલ્લાઓમાં 13 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.

આ ઉપરાંત દાહોદ, મહેસાણા, પંચમહાલ, પાટણ, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, નવસારી, પોરબંદર, વલસાડ સહિતના જિલ્લાઓમાં 18 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.