અમદાવાદઃ જાણીતા તબીબ પુત્રએ સર્જ્યો અકસ્માત, ચાર વાહનોને લીધા અડફેટે, જુઓ

અમદાવાદઃ જાણીતા તબીબ પુત્રએ સર્જ્યો અકસ્માત, ચાર વાહનોને લીધા અડફેટે, જુઓ

| Edited By: | Updated on: Feb 04, 2024 | 3:45 PM

અમદાવાદના રાજપથ ક્લબ નજીક એક કાર ચાલકે ચાર કારને અડફેટે લીધી હોવાના સમાચાર સામે આવ્યા છે. જાણીતા તબીબ પુત્રએ અકસ્માત સર્જ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. અકસ્માતની ઘટના બાદ અકસ્માત સર્જનારા યુવકને સ્થાનિક પોલીસને સોંપ્યો હતો. વિસ્તારમાં અકસ્માતોને નિયંત્રણમાં લેવાના પ્રયાસો છતાં પ્રમાણ વધતુ જ રહ્યુ છે.

અમદાવાદ સરખેજ ગાંધીનગર હાઈવે પર અકસ્માતની ઘટનાઓ સર્જાવી સામાન્ય બની રહી છે. એક તરફ અકસ્માત નિયંત્રણમાં લેવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, આમ છતાં બેજવાબદાર ભર્યા ડ્રાઇવિંગ વડે અકસ્માતની ઘટનાઓમાં વધારો કરી રહ્યા છે. આવી જ રીતે રાજપથ ક્લબ નજીક એક કાર ચાલકે અકસ્માત સર્જી ચાર વાહનોને અડફેટે લીધા હતા.

આ પણ વાંચો: વિજયનગરમાં બંધ મકાનમાં 5.75 લાખની ચોરીનો મામલો, સામે આવ્યા CCTV વીડિયો, જુઓ

ચાર વાહનોને અડફેટે લેનારો કાર ચાલક અમદાવાદ શહેરના જાણીતા ડોક્ટરનો પુત્ર હોવાની વિગતો સામે આવી રહી છે. વાહન ચાલકોએ અકસ્માત સર્જનારા કાર ચાલક યુવકને ઝડપી લઈને સ્થાનિક પોલીસને સોંપ્યો હતો. બેફામ ડ્રાઇવિંગને લઈ ચાર વાહનોને નુક્સાન થયુ હતુ. જોકે અકસ્માતમાં કોઈ જાનહાની નહીં થઇ હોવાની વિગતો સામે આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Published on: Feb 04, 2024 03:44 PM