રાજકોટ વીડિયો : દિવાળીના તહેવારમાં 1700થી વધારે બસો દોડાવવામાં આવશે, ST વિભાગને 8 કરોડની આવક થવાની સંભાવના

| Edited By: | Updated on: Nov 09, 2023 | 11:45 AM

દિવાળી વેકેશનને લઈ એસટી બસમાં ભારે ભીડ હોવાથી બસ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભીડને પહોંચી વળવા માટે તંત્ર દ્વાર એકસ્ટ્રા બસો દોડાવવામાં આવશે. GSRTC દ્વારા 1700 થી 2000 વધારાની બસો દોડાવાશે. અત્યારથી જ 533 બસોનું રિઝર્વેશન થઈ ગઈ છે.

દિવાળીના હવે ગણતરીના દિવસ જ બાકી છે. દિવાળી વેકેશનને લઈ એસટી બસમાં ભારે ભીડ હોવાથી બસ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભીડને પહોંચી વળવા માટે તંત્ર દ્વાર એકસ્ટ્રા બસો દોડાવવામાં આવશે.

GSRTC દ્વારા 1700 થી 2000 વધારાની બસો દોડાવાશે. અત્યારથી જ 533 બસોનું રિઝર્વેશન થઈ ગઈ છે. જો કે હાલ સરેરાશ રોજ 3 થી 4 લાખ પ્રવાસીઓનો વધારો થયો છે. જેમાં અમદાવાદ, સુરતમાં સૌથી વધુ લોકો વતન જાય છે.

દાહોદ, ઝાલોદ, રાજકોટ, જૂનાગઢ માટે સૌથી વધુ વધારાની બસો મુકવામાં આવી છે. તેમજ આ સમયગાળામાં એસટી વિભાગને 8 કરોડથી વધારેની આવક થઈ શકે તેવી સંભાવના છે. તો આ જ રીતે ટ્રેનની સવલતોમાં પણ વધારો કરવામાં આવી છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો