AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત સરકારની ખેડૂતોને દિવાળી ભેટ,  મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરશે

ગુજરાત સરકારની ખેડૂતોને દિવાળી ભેટ, મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2022 | 9:52 PM
Share

ગુજરાત(Gujarat)સરકારે ખેડૂતોને મોટી દિવાળી(Diwali 2022)ભેટ આપી છે. રાજ્ય સરકાર લાભ પાંચમથી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે(MSP)ખરીદી શરૂ કરશે. ખેડૂતો પાસે સરકાર 6256 કરોડ રૂપિયાની ખરીદી કરશે

ગુજરાત(Gujarat)સરકારે ખેડૂતોને મોટી દિવાળી(Diwali 2022)ભેટ આપી છે. રાજ્ય સરકાર લાભ પાંચમથી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે(MSP)ખરીદી શરૂ કરશે. ખેડૂતો પાસે સરકાર 6256 કરોડ રૂપિયાની ખરીદી કરશે. જગતના તાતને મગફળીની ખરીદી પેટે 5850 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ચુકવાશે. તો મગ 7555 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે ખરીદાશે. જ્યારે અડદના 6600 રૂપિયા અને સોયાબીનના 4300 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે ખરીદી થશે. જો ખેડૂતોનો પાક વધારે હશે તો સરકાર ખેડૂતોના હિતમાં ટેકાના ભાવે વધુ ખરીદી પણ કરશે.

ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત ખેડૂતોને થયેલા નુકસાનને લઈને 1100 કરોડ રુપિયાથી વધુનું રાહત પેકેજ પ્રપોઝ કરવામાં આવ્યુ છે. જો કે તેની સામે સરકાર 600 કરોડથી વધુનું રાહત પેકેજ જાહેર કરે તેવી સંભાવના છે. ચૂંટણી પહેલા કેબિનેટની બેઠકમાં આ જાહેરાત થવાની શક્યતા છે. આ પહેલા જે સર્વે કરવામાં આવ્યો હતો તે સર્વેના રિપોર્ટમાં વરસાદના કારણે રાજ્યના 11 જિલ્લા સૌથી વધુ અસરગ્રસ્ત થયા હોવાની માહિતી છે. આ જિલ્લાની વાત કરવામાં આવે તો છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, કચ્છ, ખેડા, આણંદમાં વ્યાપક નુકસાન થયું હતું. એટલે કે 11 જિલ્લાના 43 તાલુકા અને 3115 જેટલા ગામોમાં વરસાદની અસરથી પાકને નુકસાન થયુ છે.

Published on: Oct 18, 2022 09:51 PM
g clip-path="url(#clip0_868_265)">