અદાણીની દિવાળી, સામાન્ય જનતા પીસાઈ: અદાણી ગેસે પીએનજીના ભાવમાં ઝીંક્યો વધારો
દિવાળીના તહેવારોને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે પ્રજા પર દરરોજ ભાવ વધારાનો બોજ ઝીંકવામાં આવી રહ્યો છે. રોજેરોજ ભાવ વધારાના કારણે હવે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે.
અદાણી ગેસ દ્વારા સીએનજી અને પીએનજીમાં મનફાવે તેમ વધારો ઝીંકવામાં આવી રહ્યો છે. હજુ 18 ઓક્ટોબરે જ સીએનજીના ભાવમાં 1.50 રૂપિયાનો વધારો ઝીંક્યા બાદ આજથી અમલમાં આવે તે રીતે ઘર વપરાશના PNG માં વધારો ઝીંક્યો છે. 1.60 MMBTU સુધીનો વપરાશ હશે તો નવો ભાવ રૂ.1089.20 લાગુ પડશે. જ્યારે 1.60 MMBTU થી વધુ વપરાશ પર રૂ.1307.04 ચૂકવવા પડશે. જણાવી દઈએ કે અદાણી ગેસે પીએનજીનો ભાવ 33.60 રૂપિયા વધાર્યો છે. દિવાળીના તહેવારોને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે પ્રજા પર દરરોજ ભાવ વધારાનો બોજ ઝીંકવામાં આવી રહ્યો છે. રોજેરોજ ભાવ વધારાના કારણે હવે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે.
અદાણીએ માત્ર PNG નહીં પરંતુ CNG ના ભાવમાં પણ ખુબ વધારો ઝીંક્યો છે. નેચરલ ગેસના ભાવમાં વધારો કંપનીએ કાર્યો હતો. તે બાદ અદાણી ગેસ દ્વારા સીએનજીના ભાવમાં પણ ખુબ વધારો ઝીંક્યો. ઓક્ટોબર માસમાં જ ત્રીજી વખત 11-10 ઓક્ટોબરના રોજ રૂ1.63નો વધારો ઝીંકવામાં આવ્યો હતો.
ત્યાર બાદ ફરી વધારો કર્યો હતો. જે 18-10-21ના રોજથી અમલમાં આવવાનો હતો. જેમાં 1.50 નો વધારો કરતા સીએનજી પ્રતિ કિલોનો ભાવ વધીને 62.99 રૂપિયા થઇ ગયો હતો.
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
