Gujarati Video : મહેસાણાની ડીવાઇન ચાઈલ્ડ સ્કૂલની બસમાં આગ, બાળકોને બચાવી લેવાયા
મહેસાણા (Mahesana) શહેરમાં જુના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઇ રહેલી ડીવાઇન ચાઈલ્ડ સ્કૂલ વોટર પાર્કની બસમાં વહેલી સવારે અચાનક જ આગ લાગી હતી. પ્રાથમિક તપાસમાં બસમાં કોઇ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.
મહેસાણામાં આવેલી ડીવાઇન ચાઈલ્ડ સ્કૂલ વોટર પાર્કની બસમાં આગ લાગી હતી. આગ લાગવાની ઘટના બની તે સમયે સ્કૂલ બસમાં બાળકો સવાર હતા. જો કે આગની ઘટના બનતા જ બસમાંથી સ્કૂલના બાળકોને તાત્કાલિક નીચે ઉતારી દેવાયા હતા. જે પછી પાલિકાની ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો છે. જો કે આગ કયા કારણોસર લાગી તે અંગેનું કારણ હજુ પણ જાણી શકાયુ નથી.
આ પણ વાંચો- Rajkot: પેપર લીક કૌભાંડમાં શુકલ કોલેજના ટ્રસ્ટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો આમને સામને
મહેસાણા શહેરમાં જુના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઇ રહેલી ડીવાઇન ચાઈલ્ડ સ્કૂલ વોટર પાર્કની બસમાં વહેલી સવારે અચાનક જ આગ લાગી હતી. પ્રાથમિક તપાસમાં બસમાં કોઇ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. જો કે આગ લાગવાનું કોઇ ચોક્કસ કારણ સામે આવ્યુ નથી. જો કે આગ લાગવાની ઘટના સમયે મોટી સંખ્યામાં બાળકો બસમાં સવાર હતા. જે પછી આ બાળકોને તાત્કાલિક બસમાંથી નીચે ઉતારી લેવામાં આવ્યા હતા.
તો સાથે જ નજીકના ફાયર સ્ટેશનની આગની ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. ફાયર ફાયટરની ટીમે સ્થળ પર પહોંચીને આગ વધુ ફેલાય તે પહેલા જ તેના પર કાબુ મેળવી લીધો છે. સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.