Gujarat Election 2022: ભાજપમાં ટિકિટનું કમઠાણ, ભાજપથી નારાજ ધવલસિંહ કરી શકે છે અરવલ્લીમાં અપક્ષ ઉમેદવારી

ધવલસિંહ ઝાલા અપક્ષ ઉમેદવારી કરે તેવી પ્રબળ શક્યતાઓ છે. ધવલ સિંહે પોતાના સમર્થકો સાથે બેઠક પણ યોજી હતી.  આમ થશે તો બાયડ બેઠક પર ત્રિપાંખિયો જંગ  જોવા મળશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2022 | 9:54 PM

એક તરફ વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત થયા છે, બીજી તરફ ભાજપમાં ટિકિટને લઈને ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. બાયડ બેઠક પર ધવલસિંહ ઝાલાને ટિકિટ ન અપાતા ટિકિટની બબાલ કમલમ સુધી પહોંચી ગઈ હતી અને ભાજપ કાર્યકરો કમલમ ખાતે પહોંચી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.  જોકે હવે આ ઘટનામાં ધવલસિંહ ઝાલા અપક્ષ ઉમેદવારી કરે તેવી પ્રબળ શક્યતાઓ છે.  ધવલ સિંહે પોતાના સમર્થકો સાથે બેઠક પણ યોજી હતી.  આમ થશે તો બાયડ બેઠક પર ત્રિપાંખિયો જંગ  જોવા મળશે.

ધવલસિંહની નારાજગી દૂર કરવા ભાજપ નેતા પ્રદીપસિંહ વાઘેલાએ ડેમેજ કંટ્રોલની કમાન પોતાનામાં હાથમાં લીધી હતી અને કાર્યાલય ખાતે ઝાલાના સમર્થકોએ બંધ બારણે બેઠક યોજી હતી. જે બાદ તેમણે કહ્યું હતું કે ધવલસિંહ ઝાલા નારાજ નથી અને તેઓ ચૂંટણીમાં પાર્ટીને જીતાડવા મહેનત કરશે. મહત્વનું છે કે ધવલસિંહને ટિકિટ ન મળતા મોટી સંખ્યામાં સમર્થકોએ કમલમને ઘેર્યું હતું અને સૂત્રોચ્ચાર કર્યાં હતા.

ચૂંટણી નજીક આવતા પક્ષાંતરમાં વધારો

ચૂંટણી નજીક આવતા પક્ષાંતરની ઘટનાઓમાં પણ વધારો થયો છે અને ચૂંટણીના સમયે વિવિધ પક્ષોના કાર્યકરો અને ઉમેદવાર વચ્ચે પક્ષાંતર  ચાલતું રહે છે, ત્યારે નાંદોદ અને ડેડિયાપાડામાં  AAPના  3000થી વધુ કાર્યકર્તા ભાજપમાં જોડાઈ  ગયા હતા. સાગબારાના ટાવલ ગામે ભાજપની જાહેર સભામાં આપ ના કાર્યકરો અને જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ અને જિલ્લા મહામંત્રી નિલ રાવની હાજરીમાં કેસરિયો ખેસ  ધારણ કર્યો હતો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">