રાજકોટ : ધોરાજીમાં રોગચાળાએ માથું ઊંચક્યું, સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ, જુઓ વીડિયો

રાજકોટ : ધોરાજીમાં રોગચાળાએ માથું ઊંચક્યું, સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Dec 05, 2023 | 3:51 PM

મિશ્રઋતુને કારણે રાજકોટના ધોરાજીમાં વાયરલ રોગચાળાએ માથું ઊંચક્યું છે. તહેવારો બાદથી જ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. સિવિલ હોસ્પિટલમાં દરરોજ 400થી 500 જેટલા દર્દીઓની ઓપીડી નોંધાઈ રહી છે.

ગુજરાતમાં ભર શિયાળામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. તો ક્યાંક વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. મિશ્રઋતુને કારણે રાજકોટના ધોરાજીમાં વાયરલ રોગચાળાએ માથું ઊંચક્યું છે. તહેવારો બાદથી જ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.

આ પણ વાંચો-અમદાવાદમાં એક સાથે ત્રણેય RTOના સર્વરમાં સર્જાઇ ખામી, અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા, જુઓ વીડિયો

સિવિલ હોસ્પિટલમાં દરરોજ 400થી 500 જેટલા દર્દીઓની ઓપીડી નોંધાઈ રહી છે. જેમાં તાવ, શરદી ઉધરસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આ રોગચાળાના પગલે સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારની દવા અને ઓક્સિજન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરી દેવામાં આવી છે. તો હોસ્પિટલ તંત્ર દ્વારા નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરોને પણ 24 કલાક સ્ટેન્ડબાય રહેવા આદેશ કરાયો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો