Gujarati video : રાજકોટના ધોરાજીમાં ભર ઉનાળે આભ ફાટ્યા જેવી સ્થિતિ, 4 ઇંચ વરસાદ ખાબકતા પૂર જેવી સ્થિતિ

|

May 06, 2023 | 9:39 AM

Rajkot News : ધોરાજી (Dhoraji) તાલુકામાં સાર્વત્રિક 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. માત્ર 4 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતા પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે.

રાજકોટમાં ભર ઉનાળે ધોરાજીમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ બની છે. ધોરાજી (Dhoraji) તાલુકામાં સાર્વત્રિક 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. માત્ર 4 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતા પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. ભાડેર, કલાણા, છત્રાસા, પાટણવાવ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ છે. ભારે વરસાદને કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાન થયુ છે. પાટણવાવના ઓસમ ડુંગર પરથી ધોધ વહેતો થયો છે.

આ પણ વાંચો-Gujarati News : ખેડા જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ, ગળતેશ્વરના સેવાલીયામાં પાણી ભરાયા

રાજકોટના ધોરાજીમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ જામ્યો છે. ખરા ઉનાળામાં સતત થતા માવઠાથી અહીંના ધોધ અને ઝરણા પણ સજીવ થઇ ગયા છે. ધોરાજીના પાટણવાવ ગામે એક ઇંચ વરસાદ થયો અને ભારે વરસાદના કારણે ડુંગર પણ સોળે કળાએ ખીલી ઉઠ્યો. ઓસમ ડુંગર પર ટપકેશ્વર મહાદેવ મંદિર પાસેનો ધોધ જીવંત થયો. પર્વત પરથી ધોધનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

તો રાજકોટ ધોરાજીમાં ભારે વરસાદના પગલે નદીઓમાં નવા નીર આવ્યા છે. ધોરાજીના ભાડેર ગામથી પસાર થતી નદીમાં નવા નીર આવ્યા છે. ભાડેર ગામથી પસાર થતી નદી બે કાંઠે વહેતી થઈ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video